________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચઢવું. ચઉદ ગુણસ્થાનક પણ વસ્તુત: વિચારીએ તો મુક્તિ જવાનાં પગથીયાં છે. કેટલાક જીવ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનક પગથીયાપર ચઢેલા છે, કેટલાક જીવો અવિરતિ સમ્યગદ્રષ્ટિ નામના ચોગધર્મના ચોથા પગથીયાપર રહેલા છે. ચોથા પગથીયા પર રહેલાઓએ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનક પગથીયાપર રહેલાઓની નિન્દા ન કરવી, તેમજ તેઓને નીચ માની તરછોડવા નહિ, પણ તેઓને ઉપરના પગથીયા પર લાવવા માટે તેમના પર પ્રેમ, દયા અને ઉપકારબુદ્ધિ ધારણ કરવી. દેશવિરતિરૂપ પાંચમા ગુણસ્થાનકપર ચઢેલાઓએ, પહેલા તથા ચોથા ગુણસ્થાનકરૂપ પગથીયાપર રહેલાઓને મદત કરવી અને પોતે ઉપરના ગુણસ્થાનકરૂપ પગથીયાપર ચઢવા પ્રયત્ન કરવો અને ઉપરના ગુણસ્થાનકનો ધર્મયોગ સાધનારાઓનો વિનય કરવો, તથા ભક્તિ કરવી. આ પ્રમાણે યોગનાં પગથીયાં સમજીને જેઓ યોગના પગથીયાપર ચઢે છે–તેઓ મુક્તિ પ્રાસાદને પ્રાપ્ત કરે છે.
પિતાના કરતાં નીચેના પગથીયા પર રહેલાઓની જે નિન્દા કરે છે અને તેઓને ધિક્કારે છે તે, ઉપરના ગુણસ્થાનકરૂપ યોગના પગથીયાપર ચઢવાને શક્તિમાન થતો નથી, કેમકે ઉપરના ગુણસ્થાનકરૂપ યોગના પગથીયાપર ચઢેલો જ્યારે પહેલા ગુણસ્થાનક પગથીયાપર હોત અને તેને ઉપરના પગથીયાપર ચઢેલાઓ ધિક્કારત અને તેને સહાય આપવાનું બંધ કરતા, તો તે ચોથા વા પાંચમા ગુણસ્થાનક પગથીયાપર ચઢવાને કદી શક્તિમાન વાત નહિ, માટે પોતે જેવી રીતે યોગના ઉંચા પગથીયાપર ચઢવાનો લાભ લીધો છે, તેવી રીતે અન્યને પણ કરૂણા, શુક્રપ્રેમ અને ઉપકારદૃષ્ટિથી, લાભ આપવા પ્રયત્ન કરવો જોઈએ. સઘળી જૈન કોમ આ પ્રમાણે ગના પગથીયાને જાણુને, તે પ્રમાણે હાલ પણ પ્રવૃત્તિ કરે છે જેનો દુનિયામાં દેના જેવાં પરાક્રમ કરવાને માટે ભાગ્યશાળી બને, એમાં કંઈ પણ આશ્ચર્ય નથી. અજ્ઞતા, કદાગ્રહ અને સંકુચિત દ્રષ્ટિથી, જે જૈન યોગના જ્ઞાનને પોતે જાણી શકતા નથી અને પોતાના વિચારમાં સર્વ સ્વધર્મ માની લે છે, તેઓ શ્રી મહાવીર પ્રભુના શાસનનો ફેલાવો કરવા સમર્થ થતા નથી, તેમ ઉપરના ગુણસ્થાનકપ૨ ચઢવાના અધિકારી બની શકતા નથી. જે જૈને યેગને વિશાલ અર્થ અવબોધી શકતા નથી અને રૂહી પ્રમાણે વેગને અર્થે કરી સંકુચિત દ્રષ્ટિ ધારણ કરે છે, તેઓ જૈનાગના અનેકાંતવાદને જાણ વાના અધિકારી બની શકતા નથી. યોગના અનેક ભેદ છે, તેમાંથી કોઈ પોતાના અધિકાર પ્રમાણે અમુક ભેદ સાધતો હોય અને તે બીજાને પોતાના યોગભેદથી ભિન્ન દેખાતો હોય, તેથી–અમુક મનુષ્ય અમુકને–એમ કહે કે, તું ધર્મથી વિપરીત ક્રિયાને કરે છે, પણ વાસ્તવિક રીત્યા અવલોકતાં તેમ કહેવું વાસ્તવિક નથી, કેમકે મેરૂ પર્વત પાસે જવાને અને તેના પર ચઢવાને માટે
ચો. ભૂ. ૨
For Private And Personal Use Only