________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 22 )
ધર્માત્મા થવાને માટે આત્માની ક્રિયારૂપ ભક્તિ કરવી
જોઇએ તે ગ્રન્થકાર બતાવે છે,
r
अविच्छिन्ना विधातव्या, नवधा भक्तिरात्मनः । आत्मभक्तिप्रतोपन, जीवा यान्ति परं पदम् ॥ ५६ ॥ શબ્દાર્થ:- આત્માની નવ પ્રકારે અવિચ્છિન્ન ભક્તિ કરવી યોગ્ય છે. આત્મભક્તિપ્રતાપથી આત્માઓ મોક્ષપદ પામે છે.
ભાવાર્થ: ભક્તિના નવ પ્રકાર છે અમર્દયદ્રત મનનમંત્રઢ દ્રિતીય માગમાં નવ પ્રકારની નીચે પ્રમાણે ભક્તિ દર્શાવી છે.
प्रथम श्रवणक्रियाभकि.
અનંતગુણપાયમય ચેતનદ્રવ્યનું બહુમાનથી શ્રવણ કરવું જોઇએ. સ્યાદ્ગાદપણે ચૈતનદ્રવ્યનું શ્રવણ્ કરવું જોઇએ. તીર્થંકરભાષિત ચેતનદ્રવ્ય છે, દ્રાર્થિકનયની અપેક્ષાએ આત્મ નિત્ય છે, અનાદિકાળથી અશુદ્ધ પરિણતિથી પરનો કાં તથા ભોક્તા મા કહેવાય છે, અને જ્યારે ભેદજ્ઞાન થાય છે ત્યારથી અંશે અંશે આત્મા સ્વરૂપનો કર્તા ભોક્તા થાય છે. આત્મા જે જે અંગે પોતાના સ્વરૂપે પરિણમે છે ને તે અંગે પર પણિતિનો નાશ કરે છે. પોતાના સ્વરૂપમાં પરિણમવાથી કર્મનો નાશ થાય છે, અને ગુણોનો પ્રગટભાવ થાય છે.માક્ષના જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ ત્રણ ઉપાયો છે. આમાનાં
સ્થાનકોના શ્રવણથી આત્માનો સમકિત ગુણ્ પ્રગટે છે, અને ઉપશમભાવ આદિ ભાવોનો પ્રગટભાવ થાય છે. સમકિતગુણ, દેશવિરતિ, અને સર્વ વિરતિગુણો પણ આત્માના શ્રવણથી પ્રગટે છે, આ માનુભવામૃત કારણ શ્રવણક્રિયા છે; જેમ જાંગુલી મંત્રાવથી સર્પાદક વિધનો નાશ થાય છે, તેમ આત્મદ્રવ્ય શ્રવણમાહાત્મ્યથી મોહરૂપ વિષનો નાશ થાય છે. અસંખ્ય પ્રદેશી રૂપારૂપી અક્રિય આત્મા છે, આત્માના એક પ્રદેશે અનન્તગુણપર્યાય સમયે સમયે વર્તે છે.
સંગ્રહનયથી ચાર ગતિના જીવો સિદ્ધસમાન છે, ભેદજ્ઞાનથી ય્ક્તિનો પ્રકાર થતાં જીવ તે પોતે શિવ થાય છે. આત્મશ્રવણની એકતાનતાના પ્રતાપે અનુભવતાન પ્રગટે છે અને કર્મવર્ગણાઓ ત્વરિત ખરે છે. સૂર્યની પૈં આત્મા સર્વત્ર પ્રકાશ કરનારો થાય છે. શુદ્ધાત્મદ્રવ્યનું શ્રવણ કરી અનન્ત જીવે મુક્તિ પામ્યા, પામે છે અને પામશે. શ્રવણક્રિયા એ ચૈતનની પૂજા છે. આત્મશ્રવર્ણાક્રયામાં સંત પુરૂષો સદાકાળ રાચી માચી રહે છે, કારણ કે તેઓને આત્મદ્રવ્યશ્રવણમાં અત્યંત આનન્દ પ્રગટે છે. ચિદાનન્દચેતન
For Private And Personal Use Only