________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
અહો! આ શરીરમાં વસ્યો છે તેનું શ્રવણ કરવાથી મોહમાયાનાં આવરણ દૂર થઈ જાય છે. આત્મદ્રવ્યનું સ્વરૂપ સાંભળવાથી આત્મા વૃજવા યોગ્ય થાય છે. द्वितीय कीर्तनक्रियाभक्ति.
ગુણપર્યાયાધાર જીવદ્રવ્યનું કીર્તન કરવાથી આત્મામાં આનન્દઘ પ્રગટી નીકળે છે, નિત્યાનિત્ય તેમજ ભેદાભેદપણે આત્માને ગાવો જોઇએ. આત્માના કીર્તનથી ચિત્તવૃત્તિનો લય થાય છે, અને બાની ઉપાધિનાં દુઃખો વિસરાય છે. કામાદિકની વાસનાઓના વગરૂપ ઘોડાઓ દાદ કરતા હોય છે, તો પણ આત્મસ્વરૂપકીર્તનથી તે શાંત થાય છે, આત્માનું કીર્તન કરવાી વિવેક પ્રગટે છે, અને સમકિતની નિર્મલતા થાય છે. આત્માનું શ્રીર્તન કરતાં વૃત્તિયો શાંત થઈ જાય છે, સાવદ્યવાણીના દોષો પણ આત્મકીર્તનથી ખરેખર ટળી જાય છે. આત્મદ્રવ્યના કીર્તનથી પોતાને અને પરને ઉપકાર થાય છે, પરા અને પશ્યતીથી આત્માને ગાનાર અલખખુમારીમાં લદબદ રહે છે. એટલું તો નહિ પણ તેથી વિશેષ એ છે કે તેને ચાત્માની સત્યપ્રતીતિ થાય છે, મધ્યમા અને વંખરીથી આત્માનું કીર્તન કરવાથી ખાદ્યપદાર્થોના યોગે થતા વિકલ્પ અને સંકલ્પો નાશ પામે છે.
આત્માના કીર્તનથી કર્મની વર્ગણાઓ આવતી અટકે છે, અને આત્મા પોતાના સ્વભાવમાં જાગૃત થાય છે. અહો ! આત્મકીર્તનમાં એવી અદ્ભુત શક્તિ રહી છે કે તેનાથી ભવસાગરની પેલીપાર જવાય છે. શ્રીતીર્થંકર ભગવાનની વચનવર્ગણાના માહાત્મ્યથી અનેક જીવો તરી જાય છે, અને આપણને પણ તેમની વાણીનો ઉપકાર છે. જ્ઞાનિના વચનથી સત્ય અને અસત્ય જણાય છે, આત્માનું કીર્તન એવું છે કે તે આત્માની ઝળહળ ન્યાતિ ઝટ પ્રગટાવી શકે છે. આત્માના કીર્તનયોગે આત્માનો અત્યંત ધર્મ ગ્રહણ કરી શકાય છે, આત્મકીર્તનથી આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર ઉપયોગી થાય છે. આત્માનું કીર્તન કરવાથી આત્માની અલખનમાં પોતે પોતાને નિર્ભય અને નિત્ય આનન્દ્રમય દેખે છે. વિશેષ શું કહેવુ! આત્માનું જીર્તન કરવાથી અનંત ભવનાં કરેલ કર્મનો ક્ષય થઈ જાય છે, વારવાર ચૈતનને ગાઓ, આત્મામાં મનને સ્થિર કરો, સદ્ગુરૂપ્રતાપથી આત્માની કીર્તનભ ક્તિથી સર્વ સુખનો પ્રગટભાવ થાય છે અને ધો.
तृतीय सेवनक्रियाभकि.
અરિહંતાદિકની સેવા કરવી તે પોતાની સેવા અર્થ થાય છે. આત્મદ્રવ્યની રમતારૂપ સેવા જો આત્માના ઉપયોગથી થાય તો આત્માનું શુદ્ધસ્વ રૂપ પ્રગટે છે. ભવ્ય પુરૂષર્ષાએ સમજવું કે આમાની સેવા આત્મભાવેજ કરવી
For Private And Personal Use Only