________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૦) તેથી અભિન્ન કહેવાઉ છું. અનન્તસુખનો ભક્તા કર્મનો નાશ થતાં હું છું, બાહ્ય અને આતરિક ગ્રન્થિથી મહારો આત્માનો મૂળ શુદ્ધસ્વભાવ ભિન્ન હોવાથી હું નિર્ગથ છું, કર્મના આવરણથી મહારી જે જે શક્તિયો સત્તાએ છે તેને પ્રગટાવવા હું સમર્થ છું. ચાર ગતિ પરિભ્રમણને ક્ષય કરવા શક્તિમાનું છું, અષ્ટકર્મનો ક્ષય કરવા સમર્થ છું. મનના ધર્મનો નાશ કરવા હું સમર્થ છું, અનંતશક્તિમય હું છું, ક્ષાયિકનવલબ્ધિને ભોગી તે હું છું. એકત્રીશ ગુણયુક્ત હું છું, તેજ શુદ્ધ આત્મા હું છું, અશુદ્ધાતમાં હું નથી. અશુદ્ધપરિણતિથી હું ભિન્ન છું. શુદ્ધસમતામય હું છું, પરમપુરૂષાર્થમય હું છું, સચ્ચિદાનન્દમય હું છું. આ પ્રમાણે સોડહંશબ્દનો અર્થ બરાબર મનમાં ધારી તમય થવું. પરમશુદ્ધસ્વભાવમય તેજ હું છું, અનંતગુણવ્યક્તિમય હું છું.
અહો ! હું જીવ છું પણ સત્તાથી પરમાત્મા છું એવું હવે ધ્યાનમાં આવ્યું છે. પરમાત્મવ્યક્તિ પ્રગટ કરવા હું ઉઠયો છું, હવે હું દઢ નિશ્ચયથી પરમાત્મપણાને સાધીશ. પરમાત્મપદવ્યત્યર્થ અત્યંતોત્સાહપૂર્વક ધર્મોદ્યમ આરાધવાની આવશ્યકતા છે. રાગ અને દ્વેષનો નાશ કરી પરમાત્મપદ સાધીશ. મનના વિભાવિક ધર્મોનો ત્યાગ કરી હું પરમાત્મપદ સાધીશ. બાહ્યભાવનો સાક્ષી થઈ તેમાં રાગ અને દ્વેષ ન કરતાં હું આત્મસ્વભાવમાં વર્તીશ. વ્યવહારે વ્યવહારમાં રહી અને નિશ્ચયથી નિશ્ચયધર્મમાં ઉપયોગ રાખી પરમાત્મપદ સાધીશ. જ્ઞાન અને ક્રિયાવડે સાધ્યોપયોગ રાખી પરમાત્મપદ સાધીશ. આત્મોપયોગમાં રહી આમજીવન ઉચ્ચ કરીને પરમાત્મપદ સાધીશ. સમતાભાવથી ક્ષણે ક્ષણે આત્મજીવનની આનન્દમય દશા ઉચ્ચ કરી પર માત્મપદ સાધવા ઉદ્યમ કરીશ. વીતરાગદશા પ્રાપ્ત કરવા વીતરાગમય થઈને વીતરાગપદ પ્રાપ્ત કરવા ઉદ્યમ કરીશ. દકિકર્મ ભોગવતાં છતાં પણ મૂળ આત્માના સ્વભાવમાં રહી પરમાત્મપદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીશ.
વૈરઝેર અને કલેશના પ્રસંગોમાં પણ આત્મસ્વભાવમાં રહી પરમાત્મપદ સાધીશ. મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કરૂણ એ ચાર ભાવનાઓને હૃદચમાં ભાવી મનશુદ્ધિ કરી પરમાત્મપદ સાધવા નિશ્ચય દઢ પ્રતિજ્ઞાવાળો થાઉં છું.
શ્રી તીર્થકરોને ચાર નિક્ષેપાથી સત્ય, સ્વીકારીને તેમની ધારણા તથા ધ્યાન ધરીને; પરમાત્મપદ સાધવા દઢ પ્રતિજ્ઞાવાળો થાઉં છું. ઔદયિકભાવમાં આત્મિક ધર્મ નથી એમ ઉપયોગ રાખી પરમાત્મપદ સાધવા ઉદ્યમ કરીશ. અનેક તર્કવાદિયો કદાપિ મહને કુતર્કથી જૂઠું સમજાવવા પ્રયત્ન કરશે તો પણ તેમના કુતર્કમાં નહિ ફસાતાં જિનાગમોની શ્રદ્ધાપૂર્વક, જ્ઞાન અને ક્રિયાથી પરમાત્મપદ પ્રગટ કરવા પ્રયત્ન કરીશ; કારણ કે મોક્ષનું અનન્ત સુખ ભોગવવું તે જ નિશ્ચય ધાર્યો છે.
For Private And Personal Use Only