________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
થાય છે. કેટલાક શેનોગ્રાફની પેઠે એ ત્રણ કલાક પર્યંત સોઽહં શબ્દનો ાપ જપ્યા કરે છે. કેટલાક સોર્દૂ શબ્દને મોટો માને છે અને તેનાથી સમાધિ થાય છે એમ માને છે.
સઃ એટલે શુદ્ધસ્વરૂપ. અદૃ એટલે હું. અર્થાત્ હું શુદ્ધસ્વરૂપમય છું. શુદ્ધસ્વરૂપ આત્માનું અનંતજ્ઞાન, દર્શન અને ચારિત્રમય છે, સિદ્ધપરમાત્મા જેવુંજ આત્માનું શુદ્ધસ્વરૂપ છે. પણ કર્મના આવરણથી ઢંકાયલું છે. અનાદિ કાળથી આત્માને કર્મ લાગ્યાં છે, આઠ પ્રકારના કર્મે આત્માના આ ગુણ દાખ્યા છે. જો અષ્ટપ્રકારના કર્મનો ક્ષય થઈ જાય તો આત્માના અગુણ પ્રગટી શકે. પરમાત્માના સમાન હું પણ છું. રાગદ્વેષમય અશુદ્ધ હું નથી, રાગ તે હું નથી, જગના જીવોપર જે દ્વેષની પરિણતિ થાય છે તે હું નથી, ક્રોધ થાય છે તે હું નથી, કારણ કે ક્રોધ એ આત્માનો મૂળ સ્વભાવ નથી. હું મ્હારૂં એવો જે પ્રત્યય થાય છે તે હું નથી. જગના દૃશ્ય વા અદૃશ્ય જડ પદાર્થો છે તે હું નથી, કપટ, અભિમાન અને લોભનો સ્વભાવ એ હું નથી, કારણ કે કપટ, અભિમાન, અને લોભ એ આત્માનો મૂળ સ્વભાવ નથી. જગમાં કુટુંબપરિવાર વગેરે છે પણ હું નથી. મિથ્યાત્વ પરિણતિ જે હૃદયમાં પ્રગટે છે તે પણ શુદ્ધનિશ્ચયથી જોતાં હું નથી. પાંચ પ્રકારનાં જે શરીર છે તે હું નથી. પુદ્ગલાસ્તિકાય તે પણ હું નથી. મનના જે રાગાદિક ધર્માં છે તે હું નથી. વાણી પણ હું નથી, ત્યારે હું કોણ ?. તેના ઉત્તરમાં કહેવું પડશે કે, હું એટલે શુદ્ધસ્વભાવમય આત્મા છું. જ્ઞાન, દર્શન, અને ચારિત્રસ્વભાવમય હું છું. મતિ શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાનમય હું આત્મા છું, ચાર પ્રકારના દર્શનમય હું આત્મા છું. ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ચારિત્રમય હું આત્મા છું. વ્યાર્થિક નયની અપે ક્ષાએ નિત્ય છું અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છું. મ્હારા આમાનો જાણવાનો શુદ્ધ સ્વભાવ છે, સર્વ પદાર્થ દેખવાનો મારો શુદ્ધસ્વભાવ છે. આત્માના અનંતગુણે સ્થિર રહેવાનો મ્હારો શુદ્ધસ્વભાવ છે. અનંત શક્તિમય મારો શુદ્ધસ્વભાવ છે. આત્માના અસંખ્ય પ્રદેશ છે. એકેક પ્રદેશમાં અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતચારિત્ર આદિ અનંતગુણપર્યાયો છે. સમયે સમયે આત્મામાં અનંતગુણનો ઉત્પાદ, અને વ્યય થયા કરે છે. વસ્તુતઃ આત્મા અરૂપી હોવાથી નિરાકાર છે અને કર્મમેલ જવાથી નિરંજન થાય છે એવો આત્મા હું છું. આત્મો કદા ઉત્પન્ન થયો નથી માટે તે મન કહેવાય છે, તેવો અન હું છું. આત્માના એક પ્રદેશનો પણ કદાપિ નાશ ન થાય તેવો છું તેથી હું અવિનાશી કહેવાઉં છું. દુનિયાના ઈષ્ટ વા અનિષ્ટ ગણાતા પદાર્થોમાં રાગદ્વેષથી લેપાવાનો શુદ્ધ નિશ્ચયનયથી મ્હારો સ્વભાવ નહિ હોવાથી હું નિર્લેપ છું, આત્માના અનંતગુણો આત્માથી ભિન્ન નથી તેવો હું છું
For Private And Personal Use Only