________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ ) રણ વ ષ કરતું નથી અને તે બાહ્યપદાર્થોને નિર્લપ પણે કુટસ્થ સાક્ષી જોનાર, અને દેખનાર, થાય છે અને મનની સમતોલ દશા જાળવી સમતા સંગે ખેલે છે ત્યારે આમિક સહજ સુખનો અનુભવ થાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માન, માયા, ઈર્ષા, નિંદા, હાસ્ય, હર્ષ, શોક, અને રાગ આદિ દોષોના હેતુઓના સંબંધમાં આવતાં પણ ફૂટસ્થ સાક્ષી તરીકે રહે અને દોષોમાં લેપાય નહીં એવી આત્માની શુદ્ધદશા થતાં આત્મિક સુખનો અનુભવ આવે છે. પરિપૂર્ણ દોષો નાશ પામતાં પરિપૂર્ણ આમિક સુખનો સાક્ષાત્કાર થાય છે, ફોનોગ્રાફની પેઠે કેટલાક આત્મજ્ઞાન અને યોગની ફક્ત વાતોનો લવારો કરે છે અને ભક્તો બનાવી તેના પૈસા ધુત છે. અને ગૃહસ્થાશ્રમમાં એક આજીવિક પંથ ઉભો કરે છે તેઓ આત્માના શુદ્ધ વર્તન વિને આત્મિક સુખ પામતા નથી; અધ્યાત્મ અને યોગજ્ઞાન મેળવી તે પ્રમાણે વર્તી ગૃહસ્થપણાની જંજાળ પરિહરી ઉપાધિમુક્ત થઈ અન્તરઉપાધિને છોડતાં આત્મિક સુખનો અનુભવ આવે છે, તેમાટે તીર્થકરોએ ઉપાધિમુક્ત થઈ આત્મિક સુખ આસ્વાદવા સાધુ માર્ગની પ્રરૂપણા કરી છે. સાધુમાર્ગ સર્વોત્તમ હોવાથી અનેક ઉપાધિથી દૂર રહેવાય છે. આત્મજ્ઞાનમાં રમણતા થાય છે, માટે ગૃહસ્થોએ આરંભાદિકની હિંસાનો નાશ કરવા સાધુમાર્ગ ગ્રહણ કરી, આભાના સ્વરૂપમાં લયલીન થઈ આત્મિક સહજસુખના ભોક્તા થવું. ભોગાવલીકર્મની બળવત્તાથી ગૃહમાંથી ન નીકળાય તે પણ ઘરમાં રહીને ફૂટસ્થ સાક્ષીપણે સર્વ વસ્તુઓના જ્ઞાતા-દષ્ટા–અનવું અને અત્તરમાં નિર્લેપ રહેવા સત્સમાગમ કર્યા કરવો. ગૃહસ્થાવાસમાં રહી જેટલાં પળે તેટલાં વ્રત પાળવાં, ગૃહસ્થાવાસમાં રહી ગમે તેટલા સારા ભક્ત કહેવાય તો પણ તેઓએ સાધુઓની તથા સાધુ માર્ગની નિદા પ્રાણાંતે પણ ન કરવી. કારણ કે નિન્દા કરવાથી આવતા ભવમાં સાધુની દશા પ્રાપ્ત કરી શકાતી નથી. સંસારમાં રહીને પણ સાધુધર્મની અનુમોદના કરવી. સાધુધર્મ પ્રાપ્ત કરવા અહર્નિશ પ્રયત્ન કરવો, પ્રતિદિન નિલેપદશાનું ઉચ્ચ જીવન કરવા માટે અને આત્મિક સુખને વિશેષતઃ અનુભવ કરવા માટે યોગ્ય હેતુઓનું અવલંબન કરવું. જ. લકમળની પેઠે રાગદ્વેષથી દૂર રહી સાંસારિકદશા ગાળવા પ્રયત્ન કરવો, બાહ્યની દશા ભૂલીને અંતરમાં એક આત્મારૂપ લોકાલોક સૂર્યની ઉપાસના કરવી, તેમાં લીન થઈ જવું. ધારણા, ધ્યાન અને સમાધિવડે આત્મામાં સંયમ કરવો. આત્મામાં સંયમ કરવાથી આમિકમુખનો સાગર પ્રગટ થયાવિના રહેશે નહિ. અને પાંચ ઈન્દ્રિયોના વિષય વિના પણ જ્યાં ત્યાં આત્માના સુખની લહેરિયો ભોગવી શકશો. આત્માના સુખનો ભોગ ભોગવ્યાથી વિશ્વાસ આવતાં બાહ્યસુખમાંથી ચિત્ત પાછું હશે, બાહામાં સુખની ભ્રાંતિ નાશ પામશે, આત્મા અનંત સુખનો સાગર થતાં પરમાત્મપણે પ્રગટ થાય છે.
For Private And Personal Use Only