________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
ત્મારૂપે ઓળખાવવાથી મુમુક્ષુઓ આત્મજ્ઞાન પામી પરમાત્મપદ પામે છે. માટે સાબિંદુ લક્ષ્યમાં રાખી સર્વ જીવોએ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તેમ મન, વાણી, અને કાયાથી પ્રયત્ન કરવો, એજ હિતશિક્ષા ક્ષણે ક્ષણે સ્મર ણીય છે. નિષ્કામવૃત્તિથી ભળ્યોએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શિવપદ સાધ્ય કરવું.
આત્મજ્ઞાનના ઉપદેશનું માહાત્મ્ય જણાવી ગ્રંથકાર હવે આત્મામાં લક્ષ્ય રાખી મુમુક્ષુઓએ વર્તવું એમ જણાવે છે, श्लोक
दत्तलक्ष्योपयोगेन, वर्तितव्यं मुमुक्षुणा ।
आविर्भावः सुखाब्धेस्तु, जीवः परात्मतां व्रजेत् ॥ ५१ ॥ શબ્દાર્થ: :—આત્માના અસંખ્ય પ્રદેશરૂપ લક્ષ્યમાં જેણે ચિત્ત દીધું છે એવા મુમુક્ષુએ શુદ્ધ માર્ગમાં વર્તવું જોઇએ, કે જેથી સુખસાગરનો આવિાવ થાય અને આત્મા પોતે પરમાત્મપણું પામે.
ભાવાર્થ:—ખાદ્યપદાર્થો જડ હોવાથી તેમાં લક્ષ્ય દેવું યોગ્ય નથી. આત્મામાંજ ધારણા, ધ્યાન, અને સમાધિવડે લક્ષ્ય આપવું જોઇએ. જગત્માં આત્મા, વા પરમાત્મા વિના કોઈ ઉત્તમ પદાર્થ નથી. જેમાં જ્યારે ત્યારે પણ પરમાત્મપણું પ્રગટવાનું છે તે આત્મામાંજ લક્ષ્ય આપવાથી પ્રગટશે. જે સર્વ પદાર્થોને જાણે છે, દેખે છે, નિશ્ચય કરે છે તેવા આત્માના અસંખ્ય પ્રદેશોમાં લક્ષ્ય ધારવું જોઇએ. આત્મામાં લક્ષ્ય દીધું છે એવા મુમુક્ષુએ ઔદિચકભાવના સાક્ષી રહી અને સમભાવે રહી, અન્તરમાં રમણતા કરવી જોઇએ. તેમ વર્તવાથી શું થાય તે બતાવે છે. સહજ આત્મિક સુખસાગરનો આવિર્ભાવ થાય છે. જેમ જેમ આત્માના શુદ્ધસ્વભાવપ્રમાણે વર્તન થાય છે તેમ તેમ કર્મની વર્ગણાઓ ખરે છે અને ખરેખર અશુદ્ધ પરિણિત ટળીને શુદ્ધ પરિણતિ થાય છે. જેમ જેમ રાગદ્વેષની પરિણતિ મંદ પડે છે તેમ તેમ શુદ્ધ પરિણતિયોગે અંશે અંશે આત્મિકસુખનો અનુભવ આવે છે. ાયિકભાવે પરિપૂર્ણ શુદ્ધપરિણતિ થતાં પરિપૂર્ણ સુખનો ભોગ થાય છે. આત્મા જે વખતે રાગદ્વેષની પરિણતિમાં ય છે તે વખતે આહ્વસમ્મુખ ચિત્ત હોવાથી આત્માના સુખનો પરોક્ષદશામાં અનુભવ આવતો નથી. જેમ જેમ મન, વચન અને કાયાની સ્થિરતા થાય છે અને મન, વચન અને કાયામાં હું અને મ્હારાપણું લાગતું નથી તેમ તેમ આત્મિકસુખનો અનુભવ થાય છે. જેમ જેમ માહ્યની અને અન્તરની જ્ઞાનના બળે ઉપાધિ ઓછી થાય છે તેમ તેમ સુખનો અનુભવ આવે છે. આત્મજ્ઞાનવડે શુભાશુભ જાણતો છતો બાથમાં
For Private And Personal Use Only