________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫ )
तियसिंदन मियचलणावि, जिणवरा जंति जोयणसयाई ॥ जीवस्स बोहणथ्थं, एगस्सवि पावयस्स दुहिं ॥ ५ ॥ पडिबोहिउय जीवो, धम्मं आयरइ वज्जए पावं ॥ जम्मे जम्मे सुहिओ, हवइ सासय सुहं लहइ ॥ ६ ॥
જિનમંદિર, જિનપ્રતિમા, જિનપ્રતિમાપૂર્જા, દાન, દયા, તપ, અને તીર્થની યાત્રા ઇત્યાદિ ધર્મકાર્યો કરતાં શ્રીતીર્થંકરોએ ધર્મના ઉપદેશનું દાન દેવું તે અધિકતર શ્રેષ્ઠ અતાવ્યું છે.
એક પણ પાપાસક્તને પ્રબોધીને તેને જે જૈનધર્મ પમાડે છે તેણે આ જગમાં સર્વ જીવોને અભયદાન આપ્યું એમ જાણવું.
ધર્મોપદેશનું દાન જિનોએ મોટામાં મોટું દાન કર્યું છે. સમ્યકત્વ પમાડનારાઓનો જેમાટે પ્રત્યુપકાર થઈ શકતોજ નથી. ધર્મની બુદ્ધિથી ધમોપદેશ દ્વારા જે ઉપદેશક મુનિરાજ સમ્યકત્વ મહાદાન આપે છે, તેણે દુનિયામાં સર્વ પુણ્ય વા સુખ પ્રાપ્ત કર્યું. ચોસઠ ઇન્દ્રો પણ જેના ચરણકમલમાં નમસ્કાર કરે છે એવા તીર્થંકર પણ એક પાપી જીવને બોધ દેવા સો ચોજનપર્યંત જાય છે. પ્રતિબોધેલો આત્મા ધર્મનો આદર કરે છે અને પાપનો ત્યાગ કરે છે. ઉત્તરોત્તર ઉત્તમ ભવ પામી સુખી થયો છતો અંતે કેવલજ્ઞાન અને કેવલદર્શન પામી મુક્તિ પ્રાપ્ત કરે છે.
આ ઉપરથી ધર્મસાધક સાધુ મહારાજાઓ સમજશે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી આત્મજ્ઞાનનો ઉપદેશ આપવો એમાં મહાન ઉપકાર છે. ગૃહસ્થો કરતાં ધર્મોપદેશકો જગમાં મોટો ઉપકાર કરી શકે છે તે ઉપકાર કોઈથી પણ થતો નથી. અર્થાત્ અન્યને ધર્મોપદેશ આપવો એ સર્વ ઉપકાર શિરોમણિ છે. ધર્મદેશનાનો દ્રવ્યઉપકાર અને ભાવઉપકાર સમજવો જોઇએ. સમ્યકત્વપ્રાપ્તિ યોગ્ય જે જે શાસ્ત્ર ભણાવવાં, વંચાવવા, ઉપદેશવાં, એ દ્રવ્યઉપકારની દેશના છે, અપેક્ષાએ એમ સમજાય છે અને સમ્યકત્વ યોગ્ય જે ઉપદેશ આપવો કે જેથી જીવો સમ્યકત્વ પામે તે ભાવઉપકારરૂપ દેશના છે, વા સમ્યકત્વપ્રાપ્તિના જે જે હેતુઓ હોય, તેમજ ભાવદેશનારૂપ પરોપકારના જે જે હેતુઓ હોય તેનો ઉપદેશ દેવી તે દ્રવ્યપરોપકાર છે. એવા દ્રવ્યપરોપકારવડે પણ ભાવપરોપકાર-સમ્યકત્વદેશનારૂપ-પ્રાપ્ત કરવો. આત્મજ્ઞાનપ્રાપ્તિના જે જે નિમિત્ત હેતુઓ હોય તેનો ઉપદેશ, સાધ્યની અપેક્ષાએ દેવો અને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તેવો અનેકાંતપણે ઉપદેશ દેવો; આમ આત્મજ્ઞાનનો ઉપદેશ આપવાથી અન્ય જીવો ઉપર મોટામાં મોટો ઉપકાર કરી શકાય છે માટે યોગ્ય જીવોને યોગ્ય વિધિથી યોગ્ય ઉપદેશવડે યોગ્ય ઉપદેશકોએ આત્મજ્ઞાનનો ઉપદેશ આપવો. આત્માને આ
For Private And Personal Use Only