________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ ) જીવોને સુખ મળે એવો ઉપદેશ કરે છે, દુઃખપ્રદ સાંસારિક કાયૉનો ઉપદેશ કરતા નથી. જે જે જીવો ભૂતકાળમાં મુક્તિ ગયા છે. મહાવિદેહમાં હાલ મુક્તિ જાય છે અને ભવિષ્યકાળમાં જશે તે સર્વ આત્માના આલંબનથી, આત્માને જાણવાથી આત્મામાં રમણતા કરવાથી જ સમજી લેવું.
ક્ષણિક સુખ જણાવનારનો પામર મનુષ્ય મેટો ઉપકાર માને છે, પણ તે સમજતો નથી કે ઉલટું તેથી મહને સત્યસુખ મળતું બંધ થાય છે, ક્ષણિક સુખને જણાવનારનો ઉપકાર પણ ક્ષણિક છે અને સત્ય નિત્ય સુખ જણાવનારનો ઉપકાર પણ ઉત્તમોત્તમ અને સદાનો છે. જ્યાં વિષ અને ક્યાં અમૃત, ક્યાં સરસવનો દાણો અને ક્યાં મેરૂ પર્વત, ક્યાં કીડો અને ક્યાં ઈન્દ્ર મહારાજા, સત્ય સુખ જેનામાં છે એવા આત્માને જણાવનાર ચડતી ઉપમાએ મોટા ઉપકારી છે.
જે સત્ય સુખમય હોય તેજ વસ્તુને દેખાડવી જોઈએ એવી વસ્તુ આત્મા છે, માટે આત્માને જણાવવો કે જેથી ભવ્યાત્માઓ મોક્ષનાં સુખ પામે.
આત્મજ્ઞાનોપદેશથી ઉપદેષ્ટાઓ તીર્થંકર થઈ મુક્ત થાય છે,
आत्मज्ञानोपदेशेन, भव्यानामुपकारकाः। तीर्थकृत्त्वं समासाद्य, यान्ति मुक्तिगृहं शुभम् ॥ ४८ ॥ सर्वपरोपकारेषु, देशनाया उपक्रिया । प्राप्नोति श्रेष्ठतां सत्यां, सतामेताहशी स्थितिः॥४९॥ द्रव्यपरोपकारेण, साध्या भावोपकारता । निष्कामवृत्तितो भव्यैः, साध्यं लक्ष्यं सुखास्पदम् ॥ ५० ॥ શબ્દાર્થ –આત્મજ્ઞાનોપદેશવડે સાધુઓ, ભવ્યોને ઉપકાર કરનાર એવું તીર્થંકરપણું પામી મુક્તિગૃહમાં જાય છે. સર્વ પ્રકારના પરોપકારમાં આત્માની દેશના ઉપકાર શ્રેષ્ઠ સત્યતાને પામે છે. પુરૂષોની એવા પ્રકારની સ્થિતિ છે.
દ્રવ્યપરોપકારવડે ભાવ ઉપકારતા સાધવા યોગ્ય છે. એમ નિષ્કામવૃત્તિથી આત્મસાધક સાધુઓએ સુખાસ્પદ એવું શિવપદ સાધવું જોઈએ.
ભાવાર્થ-આત્મજ્ઞાનના ઉપદેશવડે તીર્થંકર નામકર્મ બંધાય છે, ‘સવીજીવ કરું શાસન રસી, એસી ભાવદયા મન ઉધસી.” પ્રશસ્ત સરાગ ભાવમાં પરિણમેલ કોઈ ભવ્યાત્મા જ્યારે મનમાં વિચારે છે કે સર્વ જીવોને જૈન શાસનના રસિક બનાવી દઉ એવી ભાવદયાને સાગર પ્રગટતાં તીર્થકર નામ
For Private And Personal Use Only