________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૭૧ )
સ્યાદ્ના દર્શન પ્રમાણે આત્મદ્રવ્યને ઉદ્દેશી મુમુક્ષાએ
ઉદ્યમ કરવા જોઇએ.
ૉઃ
आत्मधर्म समालम्ब्य यतितव्यं मुमुक्षुभिः । आत्मा हि ज्ञापनीयथ, भव्यानां शर्महेतवे ॥ ४७ ॥
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શબ્દાર્થ:—મુમુક્ષુઓએ આત્મધર્મને અંગીકાર કરીને પ્રયત્ન કરવો જોઈએ, અને મુમુક્ષુઓએ ભવ્ય જીવોને આત્માનું સ્વરૂપ જણાવવું જોઇએ, આત્માનું સ્વરૂપજ ભવ્યોને આત્મિક સુખમાટે થાય છે.
ભાવાર્થ:આત્માને અધિકાર કરીને જે કરવું તે ધ્યામ કહેવાય છે, તાત્પર્યાર્થ કે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી સંવરની ક્રિયાઓમાં પ્રયત્ન કરવો જોઇએ, અને ભવ્ય જીવોને મોક્ષસુખમાટે આત્માજ જણાવવો જોઇએ, જગમાં આત્માની શુદ્ધ ક્રિયા મૂકીને અશુદ્ધ ક્રિયા કે જે આશ્રવરૂપ ગણાય છે, તેને કરનારાઓ ઘણા હોય છે, જગત્ની ઉન્નતિનો ઉપદેશ આપનારા ઘણા હોય છે, પણ તેવા ઉપદેશકો પોતાનું શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકતા નથી અને અન્યોને પણ શાશ્વત સુખાર્થે ઉપકારી બની શકતા નથી. દુનિયાના સુખમાટે અનેક જીવો ઉદ્યમ કર્યા કરે છે, દુનિયાના કૃત્રિમ સુખમાટે અનેક ઉપદેશો અપાય છે, પુસ્તકો રચાય છે, યંત્રા બનાવાય છે, વ્યાપારો કરાવાય છે, રાજ્યના અને પ્રજાના સુધારા કરવાય છે, રાત્રીદીવસ ઘાણીના બલદની પેઠે ગદ્ધાવૈતરૂં કરાય છે, સુખની ઝંખનામાં ઉંઘ પણ આવતી નથી, ઝાડીવાડી લાડીમાટે ન કરવાનું કરાય છે, સંસારની ઉપાધિમાં ખૂંચી રહેવાય છે, અને આખી ઉમર તેમાં ગાળવામાં આવે છે તો પણ આત્માને સદાનું સુખ મળતું નથી, સાન્નિપાતિકની પેઠે ચિત્તની સ્થિરતા રહેતી નથી. આવી સાંસારિક ક્રિયાઓ કરનાર તથા તેના ઉપદેશ આપનારાઓને સત્યસુખ મળતું નથી. ઉલટા કર્મ આંધી સંસારમાં પરિભ્રમણ કરે છે. માટે, મુમુક્ષુ જીવે આત્મિકક્રિયા કરવી જોઇએ, દેવગુરૂ અને ધર્મની આરાધના વા આત્માનું ધ્યાન, આત્માનો ઉપયોગ ઇત્યાદિને આત્મિક ક્રિયા કહેવામાં આવે છે, આત્માને ઉદ્દેશીને જે જે ક્રિયાઓ કરવામાં આવે છે, તેમાં બાહ્યસુખની ઇચ્છાના અભાવે આત્મિક ક્રિયાઓ શાશ્વત સુખને પ્રગટાવનારી થાય છે.
આત્માનું બળ એવું થવું જોઈએ કે જેથી અનુભવાય. આત્માના આનંદની ખુમારી આવે છે વિશ્વાસ ખરાબર હૃદયમાં થાય છે.
For Private And Personal Use Only
આત્માનો સત્ય આનંદ ત્યારે મુક્તિના સુખનો
સારમાં સાર આત્મા છે, આત્માવિના સુખ નથી ત્યારે મુમુક્ષુએ સર્વ જીવોને આત્માજ જણાવવો જોઇએ, મુમુક્ષુઓ સુખ પ્રાપ્ત કરે છે અને ભવ્ય