________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦ )
કરતા નથી. કારણ કે અધિકાર પ્રમાણે ભિન્ન રૂચિવાળા જીવો ભિન્ન ભિન્ન ક્રિયાઓને અવલંખીને પણ અત્યંતર આત્મરમણતારૂપ ભાવચારિત્રમાં આવવા ઇચ્છે છે. એક નગરને પચીશ દરવાજા હોય તો પણ ગમે તે દરવાજાથી નગ૨માં ઇચ્છિત સ્થાને જવાની જરૂર છે. જૈસિદ્ધાંતોના અનુસારે વ્યાવહારિક ક્રિયાઓ કરી આત્મસ્વરૂપમાં રમણતા કરવી. ધર્મક્રિયા કરતાં મનની શુદ્ધિ થાય છે, અનેક વિષયોમાં પરિભ્રમણ કરતું ચિત્ત સ્થિર થાય છે, ધર્મધ્યાનનું અવલમ્બન થાય છે.
કેટલાંક દર્શન અક્રિયવાદી છે, તે એમ કહે છે કે, આત્મા બંધાયોજ નથી તેથી તેને મુક્ત થવા ક્રિયા કરવી તે ભ્રમણામાત્ર છે. આવા એકાંતે અક્રિયવાદને માનનારાઓ કૃષ્ણપાક્ષિક ગણાય. જૈન દર્શનમાં સક્રિય અને અક્રિય એ બે વાદ આત્મામાં ઘટે છે, કર્મસહિત આત્મા સક્રિય છે, કર્મથી મુક્ત થયાબાદ અક્રિય આત્મા થાય છે. આશ્રક્રિયાના વિરૂદ્ધ સંવરક્રિયાની જરૂર છે તેથી જૈનો મુક્તિમાટે ક્રિયા કરનારા હોવાથી શુકલ પાક્ષિક ગણાય છે, સંવરની ક્રિયા એ પ્રકારની છે આહ્ય અને અત્યંતર. આ એમાંથી અધિકાર પ્રમાણે જે જે ભવ્યો જે જે ક્રિયાઓ સાધ્ય લક્ષ્ય રાખીને કરે છે તે અનેકાંત જ્ઞાનથી ક્રિયાવાદી હોવાથી, શુકલ પાક્ષિક ગણાય છે. આત્યંતર સંવરણ્ય ધ્યાનાદિક ક્રિયા કરનારને કેટલાક અજ્ઞો અક્રિયવાદી કહે છે તે અયોગ્ય છે, ખરેખર તેવા અજ્ઞો ક્રિયાનું પરિપૂર્ણ સ્વરૂપ જાણતા નથી તેનુંજ તે પરિણામ છે. બાહ્ય અને આત્યંતર ધર્મક્રિયાઓ કરી આત્મામાં લયલીન થઈ સહજાનંદ સાધવો તેજ સાધ્યબિંદુ લક્ષમાં રાખવાની જરૂર છે.
જ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. જ્ઞાન સૂર્ય સમાન છે અને ક્રિયા આ ગીયા જેવી છે—જ્ઞાન દેખતું છે. ક્રિયા આંધળી છે. એનો સંયોગ થવો જોઇએ. જો એકલી ક્રિયા વા એકલું જ્ઞાન જ માનવામાં આવે તો એકાંતવાદ થાય છે અને એકાંતવાદ તેજ મિથ્યાત્વરૂપ ગણાય છે. તેથી એકાંતવાદી. આત્મતત્ત્વને પ્રાપ્ત કરી શકતો નથી, જે જે એકાંતવાદિયા છે તે મિથ્યાત્વબુદ્ધિવાળા કહેવાય છે.
સમભંગી અને સાત નયસહિત પદાર્થનું સ્વરૂપ કહેવાથી સ્યાદ્વાદ દર્શનની સિદ્ધિ થાય છે, તેમાં એકાંતવાદ નથી માટે તે સમ્યગ્ સ્યાદ્વાદદર્શનની ખ્યાતિથી જગમાં જયકારી વર્તે છે.
આત્મજ્ઞાનમાટે સ્યાદ્વાદર્શન ભવ્યોએ જાણવા યોગ્ય છે, સ્યાદ્વાદદર્શનના જ્ઞાનથી એકાંત આગ્રહ, મતભેદ, ધર્મભેદ્ય, ધર્મનાં ખંડન, મંડન અનપેક્ષવાદ, ધર્મકલેશ અને મિથ્યામુદ્ધિ આદિ સર્વ દોષોનો નાશ થાય છે અને આત્મામાં સમતા પ્રગટે છે, તેથી આત્મા પરાત્મપદ પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only