________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇશ્કજ્ઞાન અને શુષ્કક્રિયાથી મુક્તિ થતી નથી, ગાડરીયા પ્રવાહની પેઠે અંધશ્રદ્ધાથી જે ક્રિયા કરે છે. તેઓ ઉચ્ચ કોટિપર ચઢી શકતા નથી. ક્રિયા કરનારાઓને ભલામણ છે કે તેઓ અંધક્રિયા થાય છે એમ જાણી ક્રિયાઓ ત્યાગ કરે નહીં, પણ શુક્રક્રિયા કરવાનો ખપ કરે. કારણ કે, ક્રિયા ન કરવાથી ઉપર ચઢાતું નથી પણ પાછું ઉતરાય છે. અધ્યાત્મજ્ઞાનપૂર્વક ધર્મક્રિયાઓનો આવશ્યકતા સ્વીકારવી જોઈએ. જો કે ચૂલદષ્ટિવાળા જીવોને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય, તો પણ ગીતાર્થ અધ્યાત્મજ્ઞાનીની આજ્ઞાપૂર્વક ધર્મક્રિયાઓ કરવી જોઈએ. જે જે ક્રિયાઓમાં અત્યંત શુદ્ધ પ્રેમ, ભક્તિ, ઉત્સાહ, વૈરાગ્ય, આનંદ પ્રગટે તે તે ક્રિયાઓમાં વિશેષતઃ આદર કરવો જોઈએ. પ્રભુપદ, પડાવશ્યકની ક્રિયા, આદિ ક્રિયાઓ જ્ઞાનપૂર્વક સમજીને કરવામાં આવે તે ભવ્યાત્મા ઉત્તરોત્તર ચઢતો જાય છે.
માનપૂજા, કીર્તિની લાલચ, આજીવિકાની લાલચ, વગેરે આશયથી ધમિની ક્રિયાઓ કરવામાં આવે તો મુક્તિની સિદ્ધિ માટે થતી નથી. સમતા, જ્ઞાન, ભક્તિ આદિપૂર્વક ક્રિયાઓ કરવામાં આવે તો આમકલ્યાણ થઈ શકે. જે જે ધર્મની ક્રિયાઓથી ઉપશમપણું પ્રાપ્ત થાય તે તે ક્રિયાઓ કરવા લાયક છે.
કેટલાક એકાંતપક્ષથી જ્ઞાનવિના ક્રિયામાંજ અંધશ્રદ્ધાથી ધર્મ માનનાર અધ્યાત્મજ્ઞાનની નિદા કરે, ધિક્કારે, સદ્ગુણ લે નહિ. જ્ઞાનિની આશાતના કરે, ધમાધમ ચલાવે, આત્મજ્ઞાન ઉપર ઝેર હોય, અધ્યાત્મજ્ઞાનિયોને ઉડાવતા હોય; તેવાઓની તેવી પ્રવૃત્તિ પ્રશસ્ય નથી, અને તેવી પ્રવૃત્તિથી તેઓ આત્મકલ્યાણ કરી શકતા નથી.
કેટલાક નામમાત્ર અધ્યાત્મજ્ઞાની વા શુષ્કજ્ઞાની બન્યા હોય, સદાચરણથી વિમુખ હોય, આત્માનું ધ્યાન કરે નહિ, ધ્યાન વા સમતારૂપ ક્રિયા કરતા ન હોય, ધાર્મિક ક્રિયાઓની નિન્દા કરતા હોય, ક્રિયાપક્ષનું એકાંતે ખંડનજ કરતા હોય, કંઈ પણ કરવું જ નહિ એમ માને અને સાંસારિક આથવાની ક્રિયાઓ તો કર્યા કરે, ધર્મના વ્યવહારોને એકતિ નિદે, તેવાઓની દિશા ચિતનીય છે. તેવા જીવો સદ્ગુણદષ્ટિથી અનેકાંતવાદ ધારણ કરે, તે જ્ઞાન અને ક્રિયાનો સંબધ ધારીને અલ્પ કાલમાં મુક્તિપદ પ્રાપ્ત કરી શકે.
આત્મજ્ઞાનિયો સ્થલ ( બાહ્ય) અને આત્યંતર (સૂક્ષ્મ) ક્રિયાઓ અને ધિકારદશા પ્રમાણે કરી આત્મસ્વરૂપાનંદને અનુભવે છે. આત્મિક સુખના અનુભવીઓ નિમિત્ત અને ઉપાદાનક્રિયાનું કારણકાર્યપણે સ્વરૂપ સમજી યથાયોગ્ય ધર્મક્રિયાઓમાં મગ્ન રહે છે. બાહ્યક્રિયાઓના અનેક ભેદ છે તેમાંથી પોતાના અધિકાર પ્રમાણે જે ક્રિયાઓ યોગ્ય છે તેને તે આદર કરે છે અને અન્યના અધિકારની જે ક્રિયા છે તેને પોતે આદર કરતા નથી, તો પણ તેનું ખંડન
For Private And Personal Use Only