________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. જ્ઞાનદર્શન, અને ચારિત્રની પ્રાપ્તિ માટે જે જે ક્રિયાઓ કરવી તે પણ સક્રિયા છે. અસંખ્યયોગથી પણ મુક્તિ છે માટે અસંખ્યયોગરૂપ ક્રિયા પણ મુક્તિના પ્રતિ હેતુભૂત છે. વ્યાવહારિક જે જે ધર્મક્રિયાઓ શાસ્ત્રમાં દર્શાવી છે કે જેનાથી પરિણામની શુદ્ધિ થાય છે તે તે ક્રિયાઓ, ગુરૂઆશાનુસાર આદરવી જોઈએ. જેનસિદ્ધાંતોમાં કહેલી ક્રિયાઓની કેવા પ્રકારની આવશ્યકતા છે, તે સમજીને તેના યોગ્ય અધિકાર મેળવી તેને આદર કરવો જોઈએ. આત્મા પોતાના સદગુણોનો પ્રકાશ કરે એવી ક્રિયાઓને ચારિત્ર કહે છે. કારણરૂપ ચારિત્રને દ્રવ્યચારિત્ર કહે છે અને ફળરૂપ ચારિત્રને ભાવચારિત્ર કહે છે. ભાવચારિત્ર, ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાયિકભાવરૂપ છે, એ ત્રણની પ્રાપ્તિ માટે જે જે પ્રયત્ન કરવા તે દ્રવ્યચારિત્ર કહેવાય છે. ક્રોધ, માન, માયા અને લોભનો નાશ કરવા જે જે પ્રયાસ કરવા તે દ્રવ્યચારિત્ર કહેવાય છે.
બાહાની ક્રિયાઓ જે જે ધર્મની ધર્મસૂત્રમાં બતાવી હોય તે તે ક્રિયાના જે જે મુદ્દાઓ જે જે નયોની અપેક્ષાએ કહ્યા હોય તે તે બરાબર સમજીને આત્માના ઉપગપૂર્વક ક્રિયાઓ કરવામાં મનને જોડી દેવાથી બાહ્યભાવમાં ભટકતું મન બંધ થશે. મનની ક્રિયા આત્માના સન્મુખ કરવી. અર્થાત સારાંશ કે, આમાના સગુણોના ચિંતવનમાંજ મનની ક્રિયા થવી જોઇએ. અરિહંતાદિક પંચપરમેષ્ઠિ તથા જ્ઞાનાદિ ચાર પદના ગુણનું ચિંતવન મનમાં કરવું. વાણીવડે પ્રભુના ગુણ ગાવા, તેમજ, ધર્મોપદેશ દેવો, અને ધર્મચર્ચા કરી તત્ત્વજ્ઞાનનો લાભ મેળવવો, કાયાની ક્રિયા પણ ધર્મની પ્રાપ્તિ માટે કરવી.
પરમાત્માની મૂર્તિ ના સ્થાપનાચાર્ય આગળ ધર્મની તે તે ક્રિયાઓ કરવી, તહેતુ અને અમૃતક્રિયામાં વિશેષતઃ લક્ષ્ય આપવું. પ્રથમાવસ્થાની ક્રિયામાં જો કે કંઈ ભૂલ થાય તો પણ દરરોજ ભૂલો સુધારીને શુઇદ ક્રિયા કરવાની પ્રવૃત્તિ કરવી. તપનું અજીર્ણ ક્રોધ છે, જ્ઞાનનું અજીર્ણ અહંકાર છે, અને ક્રિયાનું અજીર્ણ પરની નિંદા છે. પારકી નિન્દા કરવાથી ક્રિયાની શુદ્ધિ થતી નથી. જનતાંબર માર્ગમાં હાલ તે ઘણા ગચ્છો છે, તેની ભિન્નતા ક્રિયા વગેરેની બાબતમાં દેખાય છે, તો પણ ક્રિયાની ભિન્નતાથી જીવોએ પરસ્પર લડી મરવું જોઈએ નહિ, મધ્યસ્થ દષ્ટિ ધારણ કરવી.
એકલા જ્ઞાનથી વા એકલી ક્રિયાથી મુક્તિ થતી નથી. જ્ઞાનવિનાની ક્રિયાથી કંઈ કર્મનો ક્ષય થતો નથી, તેમજ જ્ઞાનમાત્રથી સંપૂર્ણ કર્મનો ક્ષય થતું નથી. જ્ઞાનપક્ષી સર્વથી આરાધક છે અને દેશથી વિરાધક છે, અને ક્રિયાપક્ષી દેશથી આરાધક છે અને સર્વથી વિરાધક છે, જ્ઞાન અને ક્રિયા એ એને માનનાર તે અનેકાન્તવાદી હેવાથી સર્વથીજ આરાધક છે.
For Private And Personal Use Only