________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) મળે ત્યાં કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ શકે, એમાં કંઈ આશ્ચર્ય નથી. સૂમજ્ઞાન અને સૂમક્રિયાનું આત્મામાં એવું બળવાન ચક્ર ચાલે છે કે અનેક કર્મની પ્રકૃતિયો મૂળમાંથી ટળી જાય છે. આત્મજ્ઞાનથી શુકલધ્યાનમાં શક્તિમાન થએલા આત્મામાં એટલું બધું સામર્થ્ય પ્રગટે છે કે તે અનંતભવનાં કર્મ ખપાવી નાખે છે તે ભેગાં જે અન્ય જીવોનાં કર્મ હોય તો તેનો પણ નાશ કરી શકે, આવું આત્મસામર્થ્ય વર્તે છે. જેના ઘેર કોટી ધનનો વ્યાપાર ચાલતો હોય તેને સામાન્ય વ્યાપાર ગમે નહિ, તેમ આત્મધ્યાનીઓના ત્યાં મોટામાં મે ધ્યાનક્રિયારૂપ ધર્મને વ્યાપાર ચાલતો હોય છે તેથી તે પ્રમત્તદશાની ધર્મક્રિયાઓમાં પણ લક્ષ્ય આપતા નથી, અર્થાતુ અપ્રમત્તદશામાં ધ્યાનજ કર્યા કરે છે. અપ્રમત્તદશાના ધ્યાનમાં ન રહેવાય ત્યારે તે પ્રમાદશાની ધર્મક્રિયાઓને અવશ્ય કરે છે. યોગ્ય છે કે મુનિયોએ સમ્રક્રિયામાંથી મન પાછું હઠે ત્યારે તેને ધર્મની નિરવદ્ય સ્થલક્રિયાઓમાં રોકવું. જ્ઞાન કરતાં કિયા ઉત્તર છે તે આવી અપેક્ષાએ સર્વેને સમજાય છે, આત્મજ્ઞાન એ રૂક્યું છે અને આ ભધ્યાન વા આત્મામાં રમણતા એ સોનું છે, એમ જાણીને આચારમાં મૂકવું. તે ચારિત્રરૂપ ક્રિયા જે કરે છે તેને ઇન્દ્રો પણ નમસ્કાર કરે છે. આ પ્રમાણે આમજ્ઞાન અને આત્મધ્યાનરૂપ ક્રિયા એ બેનો અત્યંત આદર કરવો જોઈએ. સિદ્ધાંતામાં પણ રાનક્રિયાથી મુક્તિ છે એમ પ્રતિપાદન
કર્યું છે, તે જણાવે છે.
श्लोको
अतो ज्ञानक्रियाभ्यां च, मुक्तिः सूत्रे प्रदर्शिता । एकान्ततोहि मिथ्यात्व, मेकान्तवाददर्शिनाम् ॥ ४५ ॥ सप्तभंगीनयोपेतं, सम्यक्स्याद्वाददर्शनम् ।
आत्मज्ञानाय विज्ञेयं, भव्यजिज्ञासुभिःशुभम् ॥ ४६॥ શબ્દાર્થ તેમાટે જ્ઞાન અને ક્રિયાથી સૂત્રમાં મુક્તિ દેખાડેલી છે. એકાંતથી એકાંતવાદિયોને મિથ્યાત્વ દર્શાવ્યું છે. સપ્તભંગી અને સાત નીવડે પ્રત્યેક પદાર્થની પ્રરૂપણા કરવી તે સમ્યફ સ્યાદ્વાદદર્શન કહેવાય છે. ભવ્ય જીજ્ઞાસુઓએ આત્મજ્ઞાન માટે તે વિશેય છે.
ભાવાર્થ-પૂર્વોક્ત શ્લોકમાં યુક્તિો દર્શાવી છે તે માટે જ્ઞાન અને ક્રિયા વડે મુક્તિ થાય છે. સૂત્રોમાં પણ બેથીજ મુક્તિ દેખાડેલી છે. જ્ઞાન ( જાણવું) ક્રિયા, આમા આઠ કર્મથી મુક્ત થાય તેવી સ્થલ અને સૂક્ષ્મ યથાયોગ્ય ક્રિયા કરવી, જે જે ઉપાયોથી રાગ અને દ્વેષ ઘટે તેવી જિનાજ્ઞાનસાર ક્રિયા કરવી, સાધુ અને શ્રાવકના ધર્મની ક્રિયાથી મુક્તિ થાય છે.
For Private And Personal Use Only