________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાક્યથી એવો ફલિતાર્થ નીકળે છે કે, સમ્યગૂજ્ઞાન વિના કેટલાક અજ્ઞ બાવાઓ ધ્યાન ધ્યાન પોકારે છે, તેઓ સમ્યગ જ્ઞાન વિના સમ્યગૂધ્યાનને પામી શકતા નથી. કારણ કે જેટલા પ્રમાણમાં જ્ઞાન હોય છે તેટલા પ્રમાણમાં ધ્યાન હોય છે, જેટલું બળ તેટલું ચાલવું થાય છે, જેટલી આંખમાં દર્શનશક્તિ, તેટલા પ્રમાણમાંજ દેખી શકાય છે, માટે જ્ઞાન તેટલું ધ્યાન કહેવાય છે.
આ ઉપરથી ભવ્યાત્માઓએ સમજવું કે ધ્યાન માટે પ્રથમ સદ્ગુરૂ પાસે જ્ઞાન મેળવવું. પરિપૂર્ણ જ્ઞાન વિના ગુફામાં પણ ચિત્ત કરવાનું નથી. ધોબીનો કૂતરો જેમ ઘરનો નહિ ને ઘાટ નહિ, તેમ સિદ્ધાંતના જ્ઞાનવિનાના મનુષ્યો ધ્યાન કરી શકવાના નથી. જ્ઞાન કરતાં ધ્યાનરૂપ કિયા અત્યંત ઉપયોગી છે, તે કંઈ જ્ઞાનવિના પામી શકાય નહિ. આત્મજ્ઞાનવિના વૈરાગ્ય થતો નથી, અને વૈરાગ્યવિના વાસનાનો ક્ષય થતો નથી. દુનિયાના પદાર્થોપરથી રાગ અગર દ્વેષ ટળતો નથી. આત્મજ્ઞાનવિના ચિત્તને શી રીતે વશ કરવું તે સમજી શકાય નહિ, ત્યારે ધ્યાનરૂપ સૂક્ષ્મ ક્રિયાની આશા તો શી રીતે રાખી શકાય ? આત્માનું પરિપૂર્ણ જ્ઞાન થતાં અજ્ઞાનદશાનો નાશ થાય છે ત્યારે આત્મજ્ઞાની ખાતાં, પીતાં, બેસતાં, ઉઠતાં, અને ચાલતાં પણ આત્માનું ધ્યાન ધરી શકે છે. રાગદ્વેષની અનેક વાસનાનો આત્મજ્ઞાનથી ક્ષય કરી શકે છે. પરિપૂર્ણ સ્યાદ્વાદતત્ત્વના જ્ઞાન વિના ધ્યાનની ઇચ્છાવાળાઓ કંઈ પણ સમજ્યા વિના કોઈ વખત મિથ્યાત્વ દશામાં પણ ઉતરી જાય છે. તેમના મનમાં વાસનાઓ કૂદાકૂદ કરી મૂકે છે, માટે પ્રથમ સિદ્ધાંતાનુસાર આત્મજ્ઞાન પ્રાપ્ત કરી ધ્યાન કરવું જોઈએ. જ્ઞાનસંગકૃત ધ્યાનની અત્યંત આવશ્યકતા છે, જ્ઞાનવિનાના પુરૂષોને ધ્યાનનો અધિકાર નથી. ધ્યાનયોગ ક્રિયારૂપ છે, તેમાં જ્ઞાનિ પુરૂષોનો પ્રવેશ થઈ શકે છે. આત્મજ્ઞાન-વૈરાગ્યવિનાના જીવ બાહ્યકષ્ટ, પ્રાણાયામ આદિથી કંઈક સિદ્ધિ મેળવે છે, પણ તેથી તે સિદ્ધિયો તેમના આત્માના હિતમાટે થતી નથી. કારણ કે તેઓ ક્રોધી બની શ્રાપ આપી શકે છે. આત્મજ્ઞાનવિના અને વૈરાગ્યવિના બાહ્યની સિદ્ધિયોના લોભમાં પડી મુક્ત થવાનું ભાન ભૂલી જાય છે. માટે જ જ્ઞાનપૂર્વક ધ્યાનની આવશ્યકતા છે. અત્ર બાહ્યના જ્ઞાનનો અધિકાર નથી. તત્ત્વજ્ઞાનની આવશ્યકતા સૂચવી છે. કારણ કે વ્યાકરણ, ન્યાય, રસ, અલંકાર વગેરે શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય પણ પદ્રવ્યપૂર્વક આત્મજ્ઞાન, યોગશાન કે જે જૈન શાસ્ત્રોમાં સમ્યગુરીતે વર્ણવ્યું છે તેનું જ્ઞાન ન હોય તે તે મનુષ્યોને આતમજ્ઞાન, અને ધ્યાનનો અધિકાર નથી. અત્ર તો આત્મજ્ઞાનની આવશ્યકતા જણાવી છે.
આત્મજ્ઞાનપૂર્વક ધ્યાનરૂપ ક્રિયા કરવાની અત્યંત આવશ્યકતા છે, ધ્યાનમાં જ્ઞાન અને ક્રિયા એ બેનો સંબંધ થાય છે. જ્યાં જ્ઞાન, ક્રિયા, એ બે
For Private And Personal Use Only