________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
વિશ્વાસ વિના તો સંસારનો વ્યાપાર વગેરે વ્યવહાર પણ ચાલી શકતો નથી, સદ્ગુરૂનાં કોઈ વચનોમાં સમજણ ન પડે તો પુનઃ પુનઃ તેનો વિચાર કરવો. વા યોગ્યતાએ સમજાશે એમ માની લેવું. ચાર પ્રકારના આહારથી, વસ્ત્ર વગેરેથી સદ્ગુરૂની ભક્તિ કરવી, અને આત્મતત્ત્વની પૃચ્છા કરવી, શ્રીસદ્દગુરૂ જે જે વચનો ઉપદેશે તે તે વચનો ઉપર ઘણાકાલ સુધી વિચાર કર્યાં કરવો અને તેની શ્રદ્ધા કરવી શ્રીસદ્ગુરૂને ત્રણકાલ વંદન કરવું, સદ્ગુણોથી શિષ્યોએ એવી યોગ્યતા મેળવવી કે જેથી સદ્ગુરૂજી યોગ્ય જ્ઞાન આપતાં અચકાય નહીં. આ પ્રમાણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી સમતાતરફ લક્ષ્ય દેવું. પુનઃ આત્મજ્ઞાનથી ધ્યાનની પ્રાપ્તિ થાય છે એમ ગ્રંથકાર જણાવે છે. આત્મજ્ઞાનથી ધ્યાન, लोकौ
।
आत्मज्ञानेन भव्यात्मा, निर्मलध्यानमश्नुते । आत्मज्ञानफलं ध्यानं, ध्यानं च साम्यमेवहि ॥ ४१ ॥ ध्यानं क्रियास्वरूपं च साम्यं क्रियास्वरूपकम् ।
તો શિથિવિશેષોઽક્ત, મામતે સત્વનુમવે ॥ ૪૨ || શબ્દાર્થ:—ભવ્યાત્મા આત્મજ્ઞાનથી નિર્મલ ધ્યાન પામે છે, આત્મજ્ઞાનનું ફળ ધ્યાન છે, તથા ધ્યાન તે સામ્યભાવરૂપ જ છે. અને ધ્યાન ક્રિયારૂપ છે તેથી સામ્ય પણ ક્રિયાસ્વરૂપ કહી શકાય છે; તો પણ ધ્યાન અને સામ્યભા વનો કિંચિત્ વિશેષ છે તે તો અનુભવમાં ભાસે છે.
ભાવાર્થ:-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્દલાસ્તિકાય, જીવાસ્તિકાય, અને કાલ. તેમાં કાલદ્રવ્ય ઔપચારિક છે, પંચદ્રવ્ય સત્ય છે, એ ષડ્વવ્યના ગુણપર્યાયનું ચિંતવન કરવું. આત્મદ્રવ્ય વિના બાકીનાં પાંચ દ્રવ્ય જાણવા યોગ્ય છે. એક આત્મદ્રશ્ય આદેય છે, આત્માની સાથે લાગેલી કર્મની સર્વ ઉપાધિ ત્યાગ કરવા યોગ્ય છે, આત્મબના ગુણપર્યાયનું સાત નયથી ચિંતવન કરતાં આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, આત્મજ્ઞાન થતાં ભવ્યાત્મા નિર્મલ ધ્યાન પામે છે, આત્માના દ્રવ્યગુણપર્યાયમાં મનની વૃત્તિઓ રોકવાથી આત્મા સ્વસ્વરૂપમાં સ્થિર થાય છે. આત્મજ્ઞાન પામ્યાનું ફૂલ પણ એ છે કે આવું ઉત્તમ ધ્યાન કે જેમાં પરપરિણતિનો બિલકુલ અવકાશ નથી તેવું ધ્યાન પ્રાપ્ત કરવું. આત્માના જ્ઞાનગુણનો ક્ષયોપશમભાવે અને ક્ષાયિકભાવે કેવો પ્રકાશ થાય છે તેનો વિચાર કરવો. દર્શનગુણનો પણ તેવી રીતે વિચાર કરવો. ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવે આત્માના
For Private And Personal Use Only