________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
ચારિત્રગુણનો વિચાર કરવો, આત્માના પારિણામિકભાવનો વિચાર કરવો. ઔદિયકભાવથી આત્મા ભિન્ન છે એમ ણી ઔદયકભાવ રમણતાનો ત્યાગ કરવો, પદ્મસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીતધ્યાનથી આત્મામાં રમણતા કરવી. પાંચ પદોથી આત્માના સ્વરૂપની ભાવના કરવી, શરીરમાં રહેલા આત્માના શુદ્ધ ગુણોમાંજ ચિત્ત રોકવું, કર્મની સાથે આત્મા રહેલો છે પણ કર્મથી ભિન્ન છે, એમ ક્ષયોપશમભાવે વિચારવું. આત્મા સર્વરૂપી પદાર્થોથી ભિન્ન છે અર્થાત્ રૂપાતીત છે એમ વિચાર કરવો. ચાર પ્રકારના ધ્યાનમાં મનને રોકવાથી આત્મામાં સામ્ય પ્રગટે છે. આત્માનું સામ્ય રાખવું, સામ્ય અને ધ્યાન તે કથંચિત્ એકરૂપ છે. ધ્યાન અને સામ્ય એકરૂપ હોવાથી એ પણ ક્રિયારૂપ કરે છે, કારણ કે ધ્યાનમાં પણ મનની ક્રિયાની જરૂર પડે છે તેમ સમતા રાખવામાં પણ મનને મહેનત પડે છે, રાગ અને દ્વેષ થતા રૂંધવા પડે છે માટે સમતા પણ અપેક્ષાએ ક્રિયારૂપ પણ ક્ષાયિકભાવ થતાં સમતારૂપ ભાવચારિત્રમાં મનની ક્રિયાની આવશ્યતા નથી, ક્ષાયિકભાવ થતાં ભાવમન રહેતું નથી, તેથી તેરમા ગુણસ્થાનકે કેવલીને ફક્ત દ્રવ્યમન હોય છે. ક્ષયોપશમભાવ હોય ત્યાંસુધી ભાવમન હોય છે, ધ્યાન અને સામ્યભાવ એ એ ક્ષયોપશમાવસ્થામાં ક્રિયારૂપ અપેક્ષાએ ઘટે છે,
ધ્યાન, અને સામ્યભાવરૂપ ક્રિયા કરનારાઓ આ જગમાં વિરલા છે. ખાદ્યની ક્રિયાની જો કે અનુપયોગિતા નથી, વ્યવહાર દશામાં તે પણ ઉપયોગી છે પણ કાયિક સ્થલ ક્રિયા કરતાં ધ્યાન અને સમતારૂપ સૂક્ષ્મક્રિયા અનંતગણી વિશેષ ઉપયોગી છે. ધ્યાન અને સમતારૂપ સૂક્ષ્મક્રિયાથી ચિલાતીપુત્ર, ભરતરાજાએ, અને મરૂદેવીમાતાએ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું. ધ્યાન અને સમતાની સૂક્ષ્મક્રિયા વિના ત્રણ કાલમાં મુક્તિ નથી, કાયિષ્યાદિ સ્થલક્રિયાથી મુક્તિ થાય તેવો નિશ્ચય નથી. કારણ કે સ્થલક્રિયાથી પણ અંતે સૂક્ષ્મમાં આવવું પડે છે. સ્થક્રિયાથી સૂક્ષ્મમાં આવ્યા વિના મુક્તિ થવાની નથી. જેની સૂમક્રિયા કરવાની યોગ્યતા થઈ નથી તેનો અધિકાર લક્રિયામાં છે. સ્થલક્રિયા કરનારાઓને ભલામણ કે તેઓએ સૂક્ષ્મધ્યાનક્રિયા કરનારાઓની નિંદા ન કરવી, તેમજ સ્થલક્રિયાઓને ભાવથી આરાધવી. સૂક્ષ્મક્રિયા કરનારાઓને પણ ભલામણ કે વ્યવહારમાર્ગનો, યોગ્યમાર્ગ સાચવી સૂક્ષ્મક્રિયાથી આત્માનું કલ્યાણ કરવું, પણ સ્થલક્રિયા કરનારાઓની નિન્દા કરવી નહી. તેમને ઓધ આપી આગળ ચડાવવા પ્રયત્ન કરવો. સૂક્ષ્મોધના અભાવે તેમનાં આક્ષેપવચનોને સાંભળી સમતા ધારણ કરવી, તેથી સમતારૂપ સૂક્ષ્મક્રિયાથી અનંતકર્મવર્ગણાઓનો નાશ કરી શકાશે. પ્રથમ ધોરણના અભ્યાસીઓ છઠ્ઠા ધોરણવાળાઓના જ્ઞાનની નિંદા કરે તે અયોગ્ય કહેવાય. તેમજ છઠ્ઠા ધોરણવાળા
For Private And Personal Use Only