________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન થાય છે, આત્માને જાણતાં સર્વ જાણ્યું એમ કહેવાય છે. શ્રીયશોવિજય ઉપાધ્યાયે અધ્યાત્મસાર ગ્રંથમાં આત્મજ્ઞાનનો અપૂર્વ મહિમા વર્ણવ્યો છે. આત્મજ્ઞાન થવાથી બાહ્યવસ્તુઓમાં થતો મમત્વભાવ દૂર થાય છે. મન, વાણી અને કાયામાં થતો મમત્વભાવ દૂર થાય છે. આતમજ્ઞાન થવાથી બાહ્યપદાર્થોમાં રાગ અને દ્વેષ થતો નથી, આત્મા ઉપર પણ (આગળની ઉત્તમ સામ્યદશામાં) રાગ થતો નથી. કારણ કે આત્માપર પણ રાગ કરવાનું કંઈ કારણ રહેતું નથી. ખરેખર આત્મજ્ઞાનિયોજ સમતાને પ્રાપ્ત કરે છે. આત્મજ્ઞાન કરવું તે સહેલ છે. પણ આત્માની સમતા પ્રાપ્ત કરવી તે મુશ્કેલ છે. અજ્ઞાનિ જન તો આત્માના જ્ઞાનના અભાવે કારણ પ્રસંગે બલાત્કારથી ઉપરઉપરની રમતા રાખે, પણ આત્મજ્ઞાનપૂર્વક થતી સમતાના અભાવે સંસારસમુદ્રથી તરી શકતા નથી. દ્રવ્યચારિત્રની તો પ્રાપ્તિ થઈ શકે છે, અને ભવ્ય જીવો પણ દ્રવ્યચારિત્ર તો લેઈ નવયક પર્વત જાય છે પણ તત્ત્વની શ્રદ્ધાના અભાવે દ્રવ્યચારિત્રથી ભાવચારિત્રરૂપ સમતાની પ્રાપ્તિ થઈ શકતી નથી, ભાવચારિત્રમાટે આતમજ્ઞાનની આવશ્યકતા છે. આત્મજ્ઞાનાર્થ ભવ્યામાઓએ સદાકાલ પ્રયત્ન કરવો જોઈએ. આતમજ્ઞાનની, પિસ્તાલીશ આગમ વગેરે જે જે હેતુઓથી પ્રાપ્તિ થાય તે તે હેતુઓનું પણ અવલંબન કરવું જોઈએ, એમ ચકારનું ફળ છે.
માનપ્રતિષ્ઠા, લક્ષ્મી, કુટુંબ, કીર્તિ, નામનાદિને માટે તો સદાકાળ મનુષ્યો પ્રયા કરે છે. બાહ્ય જગત્માં ચાવા થવા (પ્રસિદ્ધ થવા) અનેક જાતના ઉદ્યમ કરો પણ અંતે ક્ષણિક વસ્તુઓમાં ક્ષણિકપણુંજ પ્રાપ્ત થશે. બાની માનપ્રતિષ્ઠા, ભવિષ્યભવમાં સાથે આવનાર નથી, લક્ષ્મી માટે લાખો ઉદ્યમ કરવામાં આવે તો પણ તે પરભવમાં સાથે આવનાર નથી, કુટુંબ પણ
સ્વાર્થની ખાતર સ્રહ રાખે છે. ચેલા, ચેલીઓ પણ સ્વાર્થની ખાતર સ્નેહ રાખે છે, ભક્તો પણ સ્વાર્થની ખાતર સ્રહ રાખે છે, આવી બાહ્ય વસ્તુઓની પ્રાપ્તિ કરનારા મોટા મોટા રાજાઓ, બાદશાહાએ પણ એને હાથ ઘસ્યા છે, અને મુખે બોલ્યા છે કે અરેરે! એને કોઈ કોઈનું થયું નહિ, ખરી શાંતિ મળી નહિ. આમ અનેક મનુષ્યોએ નિશ્ચય કર્યો છે. મોટા મોટા વિદ્વાનો અને પ્રોફેસરોએ પણ આમ નિશ્ચય કર્યો છે. ત્યારે હવે બાધના માટે જીવન નકામું ગાળવું એમ તે યોગ્ય લાગતું નથી તેમ આભાર્થિઓના મનમાં નિશ્ચય થાય છે.
આત્માની શાંતિજ ખરી છે એમ આત્મજ્ઞાન થતાં નિશ્ચય થાય છે, માટે આત્મજ્ઞાન માટે સદ્ગુરૂની ઉપાસના કરવી જોઈએ. સદ્ગુરૂનું બહુમાન કરવું જોઇએ. સદ્ગુરૂના વચન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે
For Private And Personal Use Only