________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકટતાથી સાધુવર્ગ ઉચ્ચ દશાને પામે છે. સાધવર્ગની રમતા જોઈ ગૃહસ્થવર્ગ તેનું અનુકરણ કરે છે. સાધુવનું સામ્યભાવે ખાવું, પીવું, ઉઠવું, બેસવું, બોલવું, વિચરવું, વગેરે ક્રિયાઓથી સાધુવર્ગ બોલ્યા વિના પણ લા ગૃહસ્થોને સમતાની અસર કરી શકે છે.
સાધુ શબ્દનો અર્થ એવો છે કે તેઓ સમતાના ધારક છે, જ્ઞાન વિના સમતાની ઉચ્ચ દશા પ્રાપ્ત થતી નથી, દ્રવ્યથી સાધુ થએલાઓએ સમતારૂપ ભાવ ચારિત્રપર લક્ષ્ય દેવું જોઈએ. કારણ કે સમતા વિના યતિપણું શોભતું નથી. જેમ જેમ રાગની મંદતા થતી જાય છે તેમ તેમ ભાવસાધુપણું વિશેષતઃ પ્રગટતું જાય છે. સાધુ થઈને જે કોઈની હાંસી કરતા નથી. તેમજ કોઈને ગાળ આપતા નથી, કોઈના ઉપર ટૅપ કરતા નથી, કોઈના ઉપર રાગ ધારણ કરતા નથી, તેમજ પુસ્તકોના ભંડાર રાખવા છતાં તેના ઉપર રાગ ધારણ કરતા નથી, તેમજ ખાવામાં અને પીવામાં સામ્યભાવ રાખે છે, અને અનેક મનુષ્યો તરફથી અનેક ઉપાધિ આવ્યા છતાં પણ જે ગભરાતા નથી, પંથના ભેદોની લડાઈમાં ક્રોધારિબી બળતા નથી. માન અને અપમાનના પ્રસંગોમાં સમતાનું વિશેષતઃ અવલંબન કરે છે, પરસ્પર એકબીજાના સમુદાયને હલકો પાડવા પ્રયત્ન કરતા નથી, આધ્યાન અને રોદ્રધ્યાનરૂપ વાયુને જે સ્પર્શતા નથી, કોઈનું પણ બુરું કરવા ની મનોવૃત્તિ ખરાબ થતી નથી, જગતના જીવોને ઉચ્ચ કોટીપર ચડાવવા ઉચ્ચ જ્ઞાનને લાભ આપતા હોય છે, એવા સાધુઓથી જગતની શાંતિ અને આત્માની શાંતિ વર્તે છે. સમતાના ઉચ્ચ પરિણામને ધારણ કરનારા સાધુઓ જગતુમાં કલ્પવૃક્ષ, ભાવેદેવ, ચિંતામણિ છે, તેઓનાં દર્શન કરે છેને સમજાના મુખ થવાય છે. અનેક ભવનાં પાપ છૂટે છે, એવું ગૃહ અને સાધુવેગે છે પણ જે સામ્યદષ્ટિથી વર્ત તે પરમાનંદ પ્રાપ્ત કરી શકે. આવી સામ્યભાવની દશામાટે આત્મજ્ઞાન પ્રાપ્ત
કરવાની આવશ્યકતા છે,
आत्मज्ञानं विना नास्ति, समचं कापि विद्धि तत् । आत्मज्ञानाय भव्यैश्च, पतितव्यं पुनः पुनः ॥ ४० ॥ શબ્દાર્થ –આત્મજ્ઞાન વિના સમતા ક્યાંય પણ નથી. માટે ભવ્યાત્માઓએ આત્મજ્ઞાનાર્થ વારંવાર પ્રયત્ન કરવો જંઇએ.
ભાવાર્થ-પદ્રવ્યોના ગુણપર્યાયને સાત નયપૂર્વક જાણવાથી આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે, સ્યાદ્વાદપણ આત્માને જાણવાથી આત્માનું સમ્યગૂ
For Private And Personal Use Only