________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસદ એટલે કથંચિત્ નિત્યાનિત્ય વિગેરે સ્વરૂપ સિદ્ધ કર્યું, તેથી તેને લગતા કર્મ, દ્રવ્ય પુગલ, ઇંદ્રિય, મન, કાયા અને આત્મા તથા પુદ્ગલના લક્ષણે-રવભા પણ સિદ્ધ થયા, તેમ જાણવું જોઈએ. તે હવે જણાવે છે –
देवं पुरुषकारश्च, तुल्यावेतदपि स्फुटम् । युज्यते एवमेवेति, वक्ष्याम्यूलमदोऽपि हि ॥ २१ ॥
અર્થ:–દેવ અને પુરૂષાકાર એ બે તુલ્ય છે તે વાત પ્રગટ છે. તો પણ તે કેવી રીતે ઘટે છે તે વસ્તુનું વિવેચન આગળ કમ ક્રમે કહેવાશે. ૨૧
વિવેચનઃ–દેવ એટલે પૂર્વે કરેલા શુભાશુભ કર્મ, અને પુરૂષાકાર એટલે પુરૂષને–આત્માનો વ્યાપાર એ બંને વસ્તુ પ્રગટ રીતે વિચારતાં સરખી શક્તિવાળી જણાય છે. અન્ય શાસ્ત્રોમાં જે પુરૂષાર્થ સંબંધિ સિદ્ધિ કહેલી છે, તે વસ્તુત: ચરિત્રાગજ છે એમ પ્રગટ ભાવે જણાય છે. અને વિચાર કરતાં એજ ન્યાય પ્રમાણે અનુભવમાં આવે છે. તે વાતનું વિવરણ આગળ અમે કરવાના છીએ, તેથી પણ દેવ અને પુરૂષાકાર-પુરૂષાર્થ અથવા વીર્યનું તુલ્યપણું કેટલા અંશે છે તે બતાવાશે. ફકત આ વેગનું જ તુલ્ય પણું છે, એટલું જ નહિ, પણ આત્મા સંબંધી જે જ્ઞાન દર્શન ચરિત્ર વિગેરે ક્રિયા યેગ છે, તે દેવ કરતાં બળવાન છે તે પણ અનુક્રમે સમયે કહેવાશે. ૨૧
હવે “ચરાદિની શુદ્ધિ વડે આત્મગ કેવી રીતે શોધાય” એ શંકાને ઉત્તર આપતાં જણાવે છે કે
For Private And Personal Use Only