________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
ભાવે સર્વથી શ્રેષ્ઠ એવા અત્યંત અનંતભાવે પરમ બ્રહ્મરૂપ સિદ્ધત્વને પ્રાપ્ત કરાવે છે, તેમ ગ તત્તવના વિશારદ શાસકારે જણાવે છે. પ૦૬
એ વાતને સમાપ્ત કરતાં જણાવે છે– सद्गोचरादिसंशुद्धि-रेषाऽऽलोच्येह धीधनैः । साध्वी चेत्मतिपत्तव्या, विद्वत्ता फलकाक्षिमिः॥५०७॥
અર્થ–તેજ સાચી વિદ્વતા છે કે જે વડે આત્માની સારા પ્રકારની જ્ઞાનદિકની જાણવા વિચારવાની જે શકિત છે, તેની શુદ્ધિ કરવી. આ વાત પરમ બુદ્ધિમત પંડિતોએ વિચારવી તેજ વિદ્વતાનું ફલ છે. પ૭
વિવેચન–જે ભવ્યાત્માઓ મણ તરફ ગમન કરવાની ઈચ્છાવાળા હોય તેઓએ સચર એટલે તીર્થકર, ગણધર, કેવળી, પૂર્વધર, બહુકૃતધર, યુગપ્રધાન પુરૂષ પ્રવરેએ ઉપદેશેલા શાસ્ત્રો-આગમને અભ્યાસ કરીને સર્વ દ્રવ્યરૂપ પદાર્થોમાં વ્યાર્થિક નયથી જેની નિત્યતા અને પર્યાયાર્થિક નયથી પરિણમીક ભાવની અનિત્યતા રહેલી છે, તેનું સાચું અનુભવ યુક્ત જ્ઞાન ત રૂપ ગોચરતા કહેવાય છે, તમય જે આત્માની અનુભવ પૂર્વકની શકિત જ્ઞાન દર્શન ચારિત્ર મય છે, તેની શુદ્ધતા એટલે નિરાવરણતા કેવી રીતે થાય? તેને બુદ્ધિરૂપ ધન જેમને છે તેવા વિદ્વાનોએ અવશ્ય વિચાર કરવું જોઈએ. અને સારા અનુભવ જ્ઞાનને સ્વીકારવું જોઈએ. કારણ કે તે સાચી પારમાર્થિક વિદ્વતાનું અવધ્ય
For Private And Personal Use Only