________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૮ જેમ કુમારીકા સ્વપ્નમાં પોતે વિવાહિત થઈ છે. પુત્રને જન્મ થયે છે, તેને વિવાહ કર્યો, ઓચ્છવના અત્યંત હર્ષમાં આવી ગઈ, તેવામાં ચેરીમાં જ પુત્રનું મરણ થયું, તેથી છાતી કુટવા લાગી અને હાયવરાળ કરતી ભેચે પછાત મારવા લાગી, આંખ ઉઘડી ગઈ ત્યારે તે બધી વાત ભ્રમણ માત્ર છે, તેમ તેને થયું. તે પ્રમાણે સર્વ જગતના ધર્મની પુન્ય પાપની બધી ભ્રમણે જ છે કારણ કે આત્માની ભ્રમણ તેવી ભયજનતા ઉપજાવે છે. પણ આત્મા કે કઈ પણ નથી, હું નથી અને તે પર પણ નથી એવું પારમાર્થિક જ્ઞાન તેવી ભ્રમણને નથી થવા દેતું. માટે ધર્મની ભાવના પણ કમારીના સ્વપ્ન જેવી ભ્રમણા જ છે. તે જ્ઞાનવાદી બૌદ્ધો! તમે એમ કહેતા કે તે તેને ઉત્તર અમે જણાવીએ છીએ તે સાંભળ–તે કુમારીકાને જે સ્વપ્નમાં પુત્ર જન્મ વિગેરેને અનુભવ થયે છે તે તેને ભાવી ધર્મ જ છે. કારણ કે કુમારી ભવિષ્યમાં સ્ત્રીત્વ ધર્મ પાળનારી છે, તેથી તેને એવા ભાવીના વિચારે પણ આવે છે. તેથી તે વસ્તુત: બ્રમણ નથીરાજાના પાટવીકુમારને રાજ્ય ચલાવવાના, દેશ જીતવાના, સવરાજ મંડલને પગે લગાડવાના સ્વપનાઓ આવે તે વસ્તુત: બ્રમણા નથી, તેમ કુમારીકાના સ્વપ્ન પણ ભ્રમણ નથી. ભાવીના વિચારે મૂર્તરૂપ લઈને પ્રત્યક્ષ ભાવે અનુભવ આપી જાય છે. ૪૬૬
હવે વાદી પ્રશ્ન કરે છે કે તે કેવી રીતે અને તેને ઉત્તર આપતા કહે છે કે
कुमार्या भाव एवेह, यदेतदुपपद्यते । वन्ध्यापुत्रस्य लोकेऽस्मि-न जातु स्वप्नदर्शनम् ॥४६७॥
For Private And Personal Use Only