________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ–કુમારીકાનો એવા પ્રકારને સહજ ભાવી કાલને ભાવ છે એમ માનવાથી બધી વાત સિદ્ધ થાય છે, પરંતુ વધ્યા સ્ત્રીને પુત્ર થયે, આ તેને પુત્ર છે એમ લેક વ્યવહારમાં કદાપિ નથી દેખાતું. ૪૬૭
વિવેચન-કુમારિકા અવસ્થામાં રહેલી બાલામાં ભાવી કાલમાં ઉપજનારા સ્ત્રીત્વ ધર્મને સ્વભાવિક ધર્મ રહેલો છે. તે હાલમાં સત્તામાં અપ્રગટ ભાવે-ગૌણ ભાવે છે, તે સમયરૂપ કાલને પ્રાપ્ત થતા સ્ત્રીત્વને પ્રાપ્ત કરે છે, પુત્રને જન્મ આપે છે, પરણાવે છે. તેવું તેમાં સંભવતું હોવાથી આ જગતમાં તે ઉપર જણાવેલી સ્વપ્નાદિમાં અનુભવેલી વસ્તુ સર્વ પ્રકારે યથાર્થ ઘટે છે એટલે સિદ્ધ થાય છે. પરંતુ વ્યતિરેક દષ્ટાંતવડે તે વાતને પ્રતિપાદન કરતાં દષ્ટાંત વડે જણાવે છે–વંધ્યા સ્ત્રીને આ પુત્ર છે, એવી આ વાત વ્યવહાર મય સંસારમાં કેઈને પણ કોઈ વખત અનુભવવામાં નથી આવતી, તથાપિ એટલે જેમ કુમારીકાને સુત જન્મ આદિ સ્વપ્ન ભવિષ્યમાં સફળ થાય છે તેમ કોઈ પણ અવસ્થામાં રહેલા આત્માને ભાવના વિશેષ વડે તત્ત્વ ચિંતવન કરવું, પરમાત્માના દર્શન કરવા, ચારિત્રની આરાધના કરવી વિગેરે સ્વપ્નાઓથી ભાવી સ્વરૂપને કલ્પના વડે અનુભવ થાય છે. અને તે સફળ પણ થાય છે. ૪૬૭
હવે બીજા ક્ષણિક પક્ષની વાતને યાદ કરી તેને ઉત્તર આપતાં જણાવે છે કે
क्षणिकत्वं तु नैवास्य, क्षणार्ध्व विनाशतः । अन्यस्याभावतोऽसिद्धे-रन्यथाऽन्वयभावतः ॥४६८॥
For Private And Personal Use Only