________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૨
અહિં ખંડન રૂપે તેને પ્રત્યુત્તર આપીયે છીએ – नैरात्ममात्मनोऽभावः, क्षणिको वाऽयमित्यदः । विचार्यमाणं नो युक्त्या, द्वयमप्युपपद्यते ॥४६३॥
અર્થ_નિરાત્મ દર્શનમાં નિરાત્મ એટલે આત્માને અત્યંતભાવ કહે? કે આત્માનું. ક્ષણિકત્વ કહેવું ? એ બે પ્રશ્ન વિચારવા એગ્ય છે, તે વિચારતાં એકેની જરા પણ સિદ્ધિ થતી નથી. ૪૬૩
વિવેચન–હે બૌદ્ધ પંડિત પ્રવરે! આ નિરાત્મદર્શન જે મુકિતમાં કારણ છે એમ તમારું કહેવું છે, તે તે નિરાત્મદર્શન કેવા સ્વરૂપનું છે તેને ઉત્તર આપશે કે અહિં તે વિષયમાં બે કલ્પના થાય છે, તેમાં પ્રથમ નિરાત્મદર્શન એટલે આત્મા નામનો પદાર્થ નથી એવી રીતે આત્માને સર્વથા અભાવ માનવે? એટલે આત્માને અત્યં. તાભાવ માને, એમ તમારું કહેવું છે. જેવી રીતે શશલાના શિંગડાને અત્યંતાભાવ છે, વંધ્યાપુત્રને અત્યંતભાવ છે, આકાશ કુસુમને અત્યંતભાવ છે, તેવી રીતે આત્માને પણ અત્યંતભાવ જ માન, તે મુક્તિને હેતુ છે કે બીજી રીતે તમે જણાવશો. બીજી કલ્પના આત્મા ક્ષણિક એટલે એક ઉત્પત્તિ સમયમાં જીવન ધારણ કરી બીજી ક્ષણે નાશ પામનારે માનવે તેથી મુકિત પ્રાપ્ત થાય? તેને પણ ઉત્તર આપ જોઈએ. આ બે વિકલ્પ વડે વિચારતાં ન્યાયની શુદ્ધ યુક્તિઓથી હેતુ સાધ્યના અનુમાન પ્રયોગ વડે સિદ્ધ થતું નથી એટલે નિરાત્મદર્શન મુકિતનું કારણ સિદ્ધ થતું નથી. ૪૬૩
For Private And Personal Use Only