________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાક બોધ પંડિતે આત્મા કે જેને અજ્ઞાની લેકે જીવ કહે છે, ચેતન પણ કહે છે તે આત્મા ક્ષણિક છે. આત્માના જે ક્ષણના ક્ષણિક સ્વરૂપે છે, તે વસ્તુતઃ કાંઈ જ નથી, શૂન્ય માત્ર જ છે, તેથી જ્યારે સમ્યગજ્ઞાનથી સર્વથા આત્માના અભાવ રૂપ નિરાત્મ સ્વરૂપનું દર્શન કરશે ત્યારે હું આદિના નિમિત્ત કારણને અભાવ થશે. તે નિમિત્તના અભાવે તૃષ્ણ એટલે ભેગાદિની તીવ્ર વાંછા નષ્ટ થશે ત્યારે મુકત થશે, એમ ન્યાય ગિએ એટલે ન્યાયની યુકિતવડે આત્માના સ્વરૂપને અભાવ સિદ્ધ કરવાની પ્રવૃત્તિ કરનારા બૌદ્ધો માને છે. પણ આવા ઉપર કહ્યા તે વિચાર સાંખ્ય દર્શનકાના નથી. કારણ કે તે સાંખે શ્રી કપિલ દેવ આદિ મહર્ષિઓના કહેલા શાસ્ત્રોનું શરણ લેનારા છે. પૂજ્ય હરિ ભદ્ર સૂરિવર બૌદ્ધ મતનો અધિકાર જણાવતાં કહે છે કે
નિશાત્મનાત્ પુત્તિઓ
સર્વથા આત્માનો અભાવ છે એવા પ્રકારનું જ્ઞાન થવાથી મુક્તિ થાય છે. કારણ કે ક્ષણે ક્ષણે આત્મા નાશ પામતો હેવાથી ક્ષણિક જ છે. તેમાં ભ્રમણથી નિત્યત્વ દેખાતું હોવાથી તૃષ્ણા ભેગની તીવ્ર ઈચ્છાઓ થાય છે. તેથી તેવા પ્રકારનું આત્મ દર્શન દોષની પરંપરાને વધારે છે. તેથી શ્રીમાન બુદ્ધ દેવ કહે છે કે હું આત્મા નથી, હું કાંઈ જ નથી, મારૂં પણ કેઈ નથી એવું નિરાત્મ દર્શન થાય છે ત્યારે તેને નાશ થાય છે. આત્મ દર્શન કારને જ્યાં અભાવ થાય, ત્યાં દોષને પણ નાશ જ થાય છે, એમ બોદ્ધ પંડિત પ્રવરે માને છે. તેમજ ન્યાયરૂપ પ્રમાણેની યુતિનું બલ
For Private And Personal Use Only