________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૧
વિચિત્રપણું પ્રત્યક્ષ રૂપે દેખાય છે, તેનું કારણ શું હોવું જોઈએ તે જાણવું જોઈએ. તેને સાંખે ઉત્તર આપતા જણાવે છે કે આત્મા–પુરૂષમાં જે વિવિધતા દેખાય છે તેનું કારણ વિશ્વ એટલે જગત કે જે પ્રકૃતિના વિકાર રૂપે વિવિધ રૂપને ધરે છે, તેમાં ચતવનું પ્રતિબિંબ સ્થાપિત થયેલું હોવાથી આત્મા-પુરૂષનું વિવિધ પ્રકારનું વિચિત્ર સ્વરૂપ આપણે દેખીયે છીએ તે માત્ર ઉપચાર ભાવે જ છે. વિશ્વજગતની અપેક્ષાથી તેવું માનવાનું છે પણ તે સત્ય નથી. તેના જવાબમાં કહે છે કે તે સાંખ્ય દર્શન પ્રવર પંડિતે ! જે એમજ હોય તે જૈન સ્યાદ્વાદવાદીએ તેમને પૂછે છે કે હે સાંખ્યવાદી પંડિત ! જે આત્મા તમારા મત પ્રમાણે તાત્વિક રૂપે અવિચલિત સ્વભાવવા છે, તે પૂર્વના સ્વરૂ પનો ત્યાગ કરી નવા સ્વરૂપને પામવારૂપ પર્યાયરૂપ ક્રિયાને અભાવ જ આવે, તેથી જે પૂર્વ કાલમાં પ્રકૃતિની સાથે સંગ છે તે ઉત્તર કાલમાં પણ કાયમ રહેવાને, કદાપિ પણ તેથી વિગ નહિ જ થવાને, તે કારણે તાત્વિક ભાવે કઈ પણ કાલે આત્મા–પુરૂષ પ્રકૃતિને દૂર કરીને નિરાવરણ નહિજ થવાને અને આ અનાદિ કાલથો આવેલું પ્રકૃતિનું આવરણ આત્માના ચિંતન્યને તેના યુદ્ધત્વ ભાવના પર્યાય કરવામાં નિત્ય બાધક ભાવ કરે. તેથી આત્મા મુક્ત ન જ થઈ શકે, તે માટે આમને પરાવર્તન ભાવ-નવા નવા પરિણામને કરનારે માન્યા વિના માયાથી એટલે પ્રકૃતિથી વિવેગ થવાને કદાપિ સંભવ જ નથી આવતા, તે કારણે જ આત્માને સ્યાદવાદ મતવડે જેને એ ભવ્યત્વ સ્વભાવ, પરિ. ણામી સ્વભાવ વિગેરે અનેક સ્વભાવે કહ્યા છે, તે સ્વભાવ
For Private And Personal Use Only