________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
66
થૈ । ૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૪
स्वस्वरूपात् किञ्चिदप्रच्यवमानो नित्य एव सन्नि
આત્મા (પુરૂષ) સ્વ સ્વરૂપથી જરા પણ શ્રુત થયા વિના નિત્ય એક સ્વરૂપે અવસ્થિત રહે છે. કહ્યું છે કે“ अच्युतानुत्पन्नस्थिरस्वरूपो हि नित्यः "
જે નાશ ન પામે, અને ઉપજે પણ નહિ, નિત્ય એકજ સ્વરૂપમાં રહે, તે નિત્ય કહેવાય, તેથી સાંખ્યમતે અવિકારી નિત્ય એવા આત્મા (પુરૂષ) માનેલા છે. તે આત્મા પેાતાના સ્વરૂપનું બુદ્ધિને એટલે મનને જ્ઞાન કરાવે છે, તેથી મનરૂપ જે બુદ્ધિ તે જો કે અચેતન એટલે જડ છે, તેમ છતાં મહત્ તત્ત્વરૂપ પ્રકૃતિ વિકારવાલી થતાં હું આત્મા ચૈતન્ય એવા પ્રકારના પરિણામને ધરે છે, કારણ કે તે આત્મા એટલે પુરૂષની સાનિધ્યતામાં રહેલી હેાવાથી તેમાં આત્માનુંપુરૂષનુ પ્રતિબિંબ પડે છે. અહિંમાં સાંખ્ય દર્શનકાર પંડિત ઉદાહરણમાં જણાવે છે કે જેમ સ્ફટિક રત્નની પાસે પદ્મરાગ-રાતુ રત્ન, નુઇ પુષ્પ વિગેરેના યાગ થતાં સ્ફટિકરત્ન તેવા પ્રકારના રંગ, રૂપ, આકારને ધારણ કરે છે, તેવી જ રીતે સૂર્ય અને ચંદ્રના કિરણેાના સ્પર્શ થતા તેવા પ્રકારના પ્રતિબિંબને પોતાના સ્વરૂપે ધારણ કરે છે, તેમજ વૈશ્વાનલ તથા જલકાંત રત્નના સ ંપર્ક વડે તેવાજ સ્વરૂપનું ભાન કરાવે છે, એટલે રાતા પુષ્પના સપર્ક માં પેાતે લાલપણાને, કાળા પુષ્પના સંચાગમાં કાળાપણાને પીળાપુષ્પના સંબંધથી પીળાપણાને પ્રાપ્ત થયેલા પેાતાને જેમ
For Private And Personal Use Only