________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६१८
તે પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય, અંતરાય વિગેરે સર્વ આવરણ રૂપ કર્મને જૈન મતના અનુસારે ક્ષય થવાથી સાંખ્ય મતે માનેલી પ્રકૃતિને વિરહ થવાથી નિરાવરણ રૂપે પૂર્ણ શુભ્ર થયેલા આત્માને સખ્ય મતની સંજ્ઞાથી જે પુરૂષ કહેવાય છે તેને મુક્તિ અવસ્થામાં-પૂર્ણ શુદ્ધ અવસ્થામાં અવશ્ય તન્ય પૂર્ણ ભાવે પ્રગટે છે. પણ સાંપે કહે છે કે આ આત્માનું ચૈતન્ય જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યરૂપ આત્માથી અભેદ છે, તો પણ સ્વકૃત–પિતાના તપ, જપ, ધ્યાનથી આત્મા નિરાવરણ થયા છે, તેનું ફલ કે જે સહજાનંદ સચ્ચિદાનંદરૂપ છે, તેને નથી ભોગવતે. એટલે પિતાને જ્ઞાનથી અને પરિચ્છેદ બોધ નથી કરતો એમ કેવી રીતે કહેવાય? આવરણને અભાવ થયે છતે કેમ સ્વ સ્વરૂપને વેદક ન થાય, તેને હેતુ તમેજ જણાવશે કે? ૪૪૫
જેને એમ જણાવે છે કે હું સાંખ્ય દર્શન પંડિત! તમે બીજું પણ વિચારશે કે–
न निमित्तवियोगेन, तध्ध्यावरणसङ्गतम् । न च तत्तत्स्वभावत्वात्, संवेदनमिदं यतः॥४४६॥
અર્થ–નિમિત્તને વિયેગ થવાથી તેના આવરણને સંબંધ આત્મા સાથે નથી રહેતું, તેમજ તે આવરણ તે આત્મા (પુરૂષ) ને સ્વભાવ નથી પણ આત્માથી ભિન્ન થયેલું સંયોગી દ્રવ્ય છે અને સંવેદન (જ્ઞાન) તેજ આત્માને સહજ સ્વભાવ છે. ૪૪૬ *
વિવેચન-સાંખ્ય દર્શન પંડિતે કહે છે કે અર્થને
For Private And Personal Use Only