________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬પ૨
નથી કરતે, તેમ આત્માનું જ્ઞાન પણ વસ્તુ સ્વરૂપના બેકત્વરૂપ ધર્મને ધારણ કરે છે પણ ત્યાગ નથી કરતું. જેમ અગ્નિ દાહકને ત્યાગ નથી કરતા તેમ જ્ઞાન પણ વસ્તુના બેધકત્વ ગુણને નથી ત્યાગ કરતું, એટલા અંશે સાધમ્ય છે. પણ સર્વ અંશથી સાધમ્ય કોઈ પણ રીતે સર્વ દ્રવ્યમાં નથી આવતું. આથી એમ સિદ્ધ થાય છે કે વાંશ પાસે રહેલ હોય છતાં પણ તેના મૂલ આદિને કદાચિત્ અગ્નિ ન બાળી શકે, તેથી અદાહક સ્વભાવ અગ્નિમાં નથી આવતે, તેમ આત્મામાં જ્ઞાતૃત્વ શકિત છે, તે જ્ઞાનાવરણાદિ કર્મો જ્યાં સુધી આત્માને વસ્તુ સ્વરૂપના બધમાં પ્રતિબંધક થાય છે, ત્યાં સુધી વસ્તુને બંધ નથી થતું, પણ તે આવરણરૂપ પ્રતિબંધકના અભાવમાં જેમ અગ્નિ દાહક કાર્ય કરે છે. તેમ જ્ઞાનાવરણીચના અભાવમાં જ્ઞાનશકિતથી, સર્વ વસ્તુ તવો બોધ આત્માને થાય છે. આમ ધર્મ માત્રના સાધર્મ્સને દેખાડવાથી વસ્તુ તવ સ્વરૂપે જ્ઞાનનું જ્ઞાતૃત્વ સિદ્ધ થાય છે, એમ અંશથી દષ્ટાંત આપવાથી સર્વ વસ્તુને વિષય કરનારૂં કેવળજ્ઞાન છે, તે કઈ પણ દેશ કાલથી બાધક થઈ શકતું નથી, તેથી તમારા કર્ભેલા બાધકો જરા પણ ક્ષતિ-હાનિ કરનારા નથી. ૪૩૪
હવે ચાલતા પ્રકરણ પ્રમાણે સર્વજ્ઞત્વનું સ્વરૂપ પ્રગટ કરતાં જણાવે છે–
सर्वत्र सर्वसामान्य-ज्ञानाज्ञयत्वसिद्धितः । तस्याखिलविशेषेषु, तदेतन्यायसङ्गतम् ।। ४३५ ॥
For Private And Personal Use Only