________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૦
અળચર હોય તેવા પદાર્થોને પ્રત્યક્ષ કેવી રીતે કરી. શકે. ૪૩૨
આવી શંકાને દૂર કરવા પૂજ્ય શ્રીમાન જણાવે છે– न देशविप्रकर्षोंऽस्य, युज्यते प्रतिबन्धकः । तथानुभवसिद्धत्वा-दग्नेरिव सुनीतितः ॥४३३ ।।
" અર્થ–આ કેવળજ્ઞાનને દેશ કાળથી દૂરપણું પ્રતિબંધક થઈ શકતું જ નથી, તે તે અરિન દ્રષ્ટાંતથી અનુભવ ચિત જ છે એમ જાણવું. ૪૩૩
વિવેચન—આ કેવળજ્ઞાન જે સર્વ ઘાતી કર્મરૂપ પ્રતિબંધકનો ઘાત થવાથી પ્રગટેલું છે, તેને દેશ એટલે ક્ષેત્ર, કાલ, ભાવ અને દ્રવ્યનું હૃરત્વ કે નજીકત્વ, સ્વર્ગ, પાતાળ, દ્વીપ, સમુદ્ર વિગેરેનું જ્ઞાન થવામાં કઈ પણ પ્રકારને પ્રતિબંધ એટલે અંતરાય કરી શકતા નથી. કારણ કે આવરણને સર્વથા અંત એટલે નાશ થયેલ હોવાથી ઝીણામાં ઝીણા પરમાણુને તથા મોટામાં મોટા મેરૂને ગુણ તથા પર્યાયથી યુકત સ્વરૂપે જાણે છે તેમજ કાલ એટલે પૂર્વને અનાદિ ભૂતકાળ, અને ભવિષ્યને અનંતકાલ કે જે હવે પછી આવવાનો છે, તે પણ કેવળજ્ઞાનની જ્ઞાતૃત્વ શકિતને પ્રતિબંધક નથી થઈ શકતે, તેવી તે જ્ઞાનની શકિત છે. તેથી બાહ્ય કે અત્યંતર પ્રતિબંધ તેને જરા પણ ઘટતું નથી. આવું સ્વ અનુભવથી સ્વસંવેદનરૂપ જ્ઞાનથી સિદ્ધ જ છે. અહિં અગ્નિની પાસે દાહ્ય તૃણાદિ હોવા છતાં મંત્ર તંત્ર ચંદ્રકાંત રૂ૫ અગ્નિ શકિતના પ્રતિબંધક દ્રવ્યને જે અભાવ
For Private And Personal Use Only