________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કો. આમ પોતાના અનુભવ પ્રમાણે એક એક અવયવને પૂર્ણ માનતા લડવા લાગ્યા અને અન્યને જુઠા કહેવા લાગ્યા પણ એક બીજાના અપેક્ષા જ્ઞાનને સ્વીકારતા ન હોવાથી અને પિતાના વિષયમાં અત્યંત આગ્રહી રહેતા હોવાથી સત્ય સ્વરૂપને તેઓ જરા પણ નથી સવીકારી શકતા. આમ એકાંત વાદમાં પડેલા દર્શનવાદિએ અતીંદ્રિય પદાર્થોને ચથા સ્વરૂપે ન જાણતા હોવાથી તેનું જ્ઞાન એકાંત એક પક્ષી હોવાથી મિથ્યાત્વમય જ છે. પરંતુ જે પદાર્થોનું સ્વરૂપ સર્વજ્ઞ પ્રત આગમાં સાત નય, ચાર પ્રમાણ, સાત ભંગ, ચાર નિક્ષેપા વિગેરેની અપેક્ષાથી પરિપૂર્ણ હોવાથી કહેવાયું છે તે સત્ય જ છે. જે કે તે આગમથી આપણું જેવા વિશેષ પ્રકારના અતીન્દ્રિય જ્ઞાનથી સ્વતંત્રપણે વસ્તુ સ્વરૂમને નહિ જાણતા હોવા છતા આગમશાસ્ત્રના અર્થને ગુરૂ પરંપરાએ જાણવામાં પ્રવૃત્તિ કરે છે. તેથી અવશ્ય યથાર્થ બધજનક થાય છે. કારણ કે આગમ તેજ સર્વજ્ઞ આપ્ત પુરૂષને વચન છે. તેથી અવશ્ય નિઃશંક પ્રમાણ જ છે, આગમને જ અનુસારે તેની ટકા, ચૂર્ણિ, નિર્યુક્તિ, ભાષ્ય પણું પ્રમાણ જ માનવા. સર્વજ્ઞ પુરૂષ વિના આગમની ઉત્પત્તિ નથી થતી. તેથી અથપત્તિ પ્રમાણથી પણ યુદ્ધ છે, બીજી રીતે તે ન બનતું હોવાથી. આ વાત શાસ્ત્ર વાર્તા સમુચ્ચય વિગેરે ગ્રંથમાં વિસ્તારથી જણવેલી છે, વિશેષના અર્થિઓએ ત્યાંથી જાણવી. ૨૯
तथा चेहात्मनो ज्ञत्वे, संविदस्योपपद्यते। एषां चानुभवात्सिद्धा, प्रतिप्राण्येव देहिनाम् ॥४३०॥
For Private And Personal Use Only