________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને કેવળજ્ઞાન દર્શન રૂપ ભાવ ચક્ષુથી દેખતા હોવાથી તે કેવલી મહાત્માએ પિતાને તેવા પ્રકારનો અધિકાર હેવાથી દેશના કરવામાં પ્રવર્તે છે. ૨૫
વિવેચન- આ ઉપર જણાવેલા અધ્યાત્મ આદિ યોગ કે જે સમ્યગૂ જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ છે, તે વડે ઘાતી કર્મની વૃત્તિને સર્વથા સમૂલ ક્ષય જ્યારે કરે છે, ત્યારે તેના યોગે સર્વ કર્મ રૂપે આત્માને લાગેલા આવરણે એટલે જ્ઞાન નાવરણીય, દર્શનાવરણય, મોહનીય,અંતરાય એ ઘાતી કર્મને શય સર્વથા વૃત્તિ સંક્ષય રૂપ ક્ષીણ મહ ગુણસ્થાનક યેગમાં કરીને સંકલ્પ વિકલ૫મય મને વ્યાપારના અભાવરૂપ અસં. પ્રજ્ઞાત એગમાં કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાત ચારિત્ર અને અપૂર્વ વીર્યરૂપ આત્મગુણને પ્રગટાવે છે. બીજા છદ્મસ્થ આત્માઓ પાંચ ઇંદ્રિય તથા મનવડે જે જે પદાર્થો નથી જાણી શકતા, અને નથી જોઈ શકતા, જે સર્વ ઇંદ્રિય અનિંદિને અગોચર છે તેવા જગતના સર્વ પદાર્થોને કેવલી ભગવંતે ભૂત, ભાવી, વર્તમાનકાલના સર્વ ગુણ પર્યાયા યુકત પ્રત્યક્ષ રૂપે યથાવસ્થિત ભાવે કેવળજ્ઞાન કેવળદર્શન રૂપ ચક્ષુવડે જાણે છે અને દેખે છે. તેથી તેવા પ્રકારની યોગ્યતા રૂપ અધિકારવડે ભવ્યાત્મા ઉપર કરૂણું લાવીને તીર્થકરે ગણધર વિગેરે પદને એગ્ય અધિકાર યુક્ત આત્માઓને પ્રતિબંધ થાય તે અર્થે સ્વતંત્રતાપૂર્વક ધર્મકથામય દેશના સમવસરણમાં દેવ, મનુષ્ય, તિર્યંચ વિગેરે બાર પર્ષદાને આપે છે. ૪૨૫
કેવા પ્રકારના સ્વરૂપવડે ભગવાન દેશના આપે છે તે જણાવે છે–
For Private And Personal Use Only