________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૬ આ પરમ કરૂણા યથાવસ્થિત વસ્તુના જ્ઞાનથી ઉપજેલી છે, એટલે જગતના જે ચેતન અચેતન પદાર્થો છે, તેના ગુણ પર્યાય સ્વભાવની જે પરિણતિઓ વતે છે. તેના સંપૂર્ણ જ્ઞાતા થવામાં તે વિશેષ પ્રકારના ક્ષપશમ ભાવમય સમ્યગજ્ઞાનને હેતુતા રહેલી છે. આવા જ્ઞાનને પ્રધાન એટલે શ્રેણતર કરૂણાને ઉપજાવવામાં હેતતા રહેલી છે, આ ઉત્તમ ભાવ કરૂણા તીર્થકર, ગણધર તથા અપ્રમાદ ભાવના ચારિત્ર્યવાન ગીએમાં સદા વર્તે છે, તે ભાવ કરૂણ અનેક પામર જીના અનંત ઉત્કૃષ્ટા પાપને નાશ કરવામાં હેતુ રૂપે રહેલી છે. આ કરૂણુને સુંદર સ્વભાવ છે, આ કરૂણા રૂ૫ ભાવદયાથી પાપના કારણ રૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને રોગ વિગેરે જે પરિણામથી ઉપજે તે પરિણામની તે તીર્થકર ગણધર વિગેરે મહામુનિઓમાં અભાવરૂપ અકરણતા રહેલી છે. તે અકરણતાનું આ શ્રેષ્ઠ કરૂણ રૂપ ભાવ દયામાં અવશ્ય હેતુપણું રહેલું છે, તેમ વીતરાગ પરમાત્મા સર્વસ કેવલીઓ જેઓ સૂફમદશી કહેવાય છે તેઓ ઉપદેશ કરે છે. અને જણાવે છે કે ભગવાન શ્રી મહાવીર દેવની જે કરૂણું દષ્ટિ છે તે અનેક હિંસાદિક પાપકર્મમાં રક્ત બનેલા, અત્યંત ક્રોધથી ધમધમતા ચંડ કૌશિક નામના દષ્ટિ વિષ મહાસ ઉપર પડવાથી તેનામાં ભગવાન ઉપર થયેલી શત્રુતા, તથા તેના પૂર્વ કાલના ક્લિષ્ટ પાપકર્મો પણ નષ્ટ થયા. આવી કરૂણું સર્વ પાપની અકરણ (ભાવનું અકારણ) કહેવાય છે. તે નિશ્ચયથી પાપના અભાવમાં હેતુ એટલે નિમિત્ત થાય છે. ૪૧૮
આ વિષયમાં અન્ય દર્શનકારેના મતેને જણાવે છે
For Private And Personal Use Only