________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તે હેતુ રૂપ કરણને જ્યારે અભાવ-અકરણ ભાવ થાય ત્યાં આત્યંતિક કેટલું મૃત્યુ એટલે ફરીથી જન્મ મરણનો અભાવ અને પરમ અવ્યાબાધ સુખની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૪૧૭
હવે આ અકરણને હેતુ બતાવતાં જણાવે છે– हेतुमस्य परं भावं, सत्त्वाधागोनिवर्तनम् । प्रधानकरुणारूपं, ब्रुवते सूक्ष्मदर्शिनः ॥ ४१८ ॥
અર્થ–શત્રુ તથા મિત્ર આદિ પ્રાણુઓના પાપમય વિચારોને નાશ થાય તેવી પરમ ઉત્કૃષ્ટ શ્રેષ્ટ કરૂણા તેજ આ કરણાગના પરમ ભાવ રૂપ કરૂણાને હેતુ થાય છે, એમ સૂહમદશી મહાપુરૂષે કહે છે. ૪૧૮
વિવેચન–સર્વ સત્વે એટલે પ્રાણીઓ કે જે મિથ્યાત્વ આદિ કરણ વડે આડે કર્મબંધથી ઘેરાયેલા હોવાથી પાપકર્મને કરે છે. હિંસા, અસત્ય, ચેરી, મૈથુનવ્યભિચાર, પરિગ્રહ વિગેરેને સેવતા હોવાથી સંસારચકમાં પડેલા છે, તેમાં કેટલાક શત્રુભાવને ધરનારા પણ હોય, અને કેટલાક મિત્રભાવને ધરનારા પણ હય, કેટલાક ઉપદેશ આપનારા પ્રત્યે ઉપાધિ કરનારા પણ હોય છે, તેમજ કેટલાક ઉદાસીન ભાવને ધરનારા પણ હોય છે, તેવા સર્વ પ્રાણીએના અપરાધ (9) કે જે અશુભ પરિણતિથી બંધાયેલા હોય છે, તે સર્વ પાપસમુહના નાથમાં હેતુભૂત થાય છે, તેના યેગે જીવાત્માએ ચાર ગતિમાં ભ્રમણ કરે છે, તેઓ બ્રમણ ન કરે એવા પ્રકારનો વિચાર તે પરમ કરણ જાણવી.
For Private And Personal Use Only