________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે તેના યોગથી થાય છે. કારણકે સર્વ વસ્તુને કાર્યને કરવા - પણું તેના સ્વભાવના કારણથી જ થાય છે. કાર્યરૂપ વસ્તુ ફલરૂપ પરિણામ સ્વરૂપને પણ પામે છે. હવે તે કર્મબંધનની જે ગ્યતા છે તેને આત્મા અપૂર્વ કરણ, અનિવૃત્તિ કરણ, સૂક્ષમ સંપરાય, યથાખ્યાત રૂપ ચારિત્રવડે કાલની પરિપક્વ અવસ્થાને પામીને ક્ષય કરે છે. ત્યાર પછી તે કર્મસમુહને સર્વથા વિયેાગ કરી સ્વવસ્તુ સ્વરૂપ માક્ષસ્વરૂપને લાભ તેના ભવ્યત્વ સ્વરૂપ ભાવની ગ્યતાથી પામે છે તેથી પણ કમસંબંધને વિયોગ સહેતુકજ છે, તે જે હેતુ છે તે સ્વભાવરૂપ. ગ્યતા જ છે એમ નિશ્ચયથી માનવું. ૪૧૩
જે એ પુરૂષાકાર હેય તે જ આમ બને તે વાત જણાવે છે–
अस्मिन्पुरुषकारोऽपि, सत्येव सफलो भवेत् । अन्यथा न्यायवैगुण्याद् भवन्नपि न शस्यते । ४१४ ॥
અથ–આત્માને તેવા પ્રકારને સ્વભાવ હોય તેજ પુરૂષકાર સફલ બને છે, અને તેનો સ્વભાવ આત્મામાં ન હોય તો પુરૂષાર્થ હોવા છતાં અફલ થાય છે–પ્રશંસનીય. નથી થતા. ૪૧૪
વિવેચન-જીવાત્મામાં ભવ્યત્વની સાથે તેવા પ્રકારની યેગ્યતા રૂપ સ્વભાવ હોવાથી જ આ આત્માને પુરૂવાર્થ–પુરૂષકાર ફળવાળે થાય છે, તેમાં પણ તે સ્વભાવની સાથે કાલ, નિયતિ અને કર્મ વિગેરેના સહકારથી પુરૂષાર્થ પિતાથી સિદ્ધ થનારા કાર્યો કરવામાં સમર્થ થાય છે, એટલે
For Private And Personal Use Only