________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૨
विवेकिनो विशेषेण, मवत्येतद्यथागमम् । तथा गम्भीरचित्तस्य, सम्यग्मार्गानुसारिणः ॥ ४०३ ॥
અર્થ-આ ચાર ભાવનાની સેવાના કરનારા વિવેકી આત્માઓ જે ગંભીર મનવાળા હોય છે, તેમજ સમ્યગૂ રીતે ધર્મમાર્ગને અનુસરનારા હોય છે, તેઓમાં આગમની આજ્ઞાને અનુસરણ કરવાથી વિશેષ પ્રકારે અધ્યાત્મ યોગ પ્રગટે છે. ૪૦૩
વિવેચન—ઉપર જે જણાવી તે મૈત્રી આદિ ચાર ભાવના જેઓ સદ્ વિવેકથી કરવા એગ્ય અને ન કરવા ચોગ્ય કાર્યોને વિભાગ પારમાર્થિક વિવેકથી સમજ્યા હોય, એટલે સત્ય પરમાર્થનું સાચું જ્ઞાન જેઓએ મેળવ્યું હોય છે, તે આત્માઓમાં આ મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યચ્ય રૂપ ભાવના કે જે ઉપરના લેકમાં લક્ષણે વહે. જણાવી છે, તે ભાવના વિશેષ પ્રકારે પ્રગટ થયેલી હોય છે. તેથી જેમ આગમ શાસ્ત્રોમાં અધ્યાત્મ ભાવનું સ્વરૂપ જેવી રીતે જણાવ્યું છે, તે અનુસાર તેવા ભાવને ઓળંગ્યા વિના એટલે એ ચાર ભાવના યુક્ત આત્મા સદા સ્વગુણ ગવેષણમાં પ્રવૃત્તિ કરે છે. કારણ કે જે જીવાત્માઓ આ ચાર ભાવનાથી રહિત હોય છે, તેમનામાં અધ્યાત્મવેગ પ્રવેશ નથી કરતા. તેમજ ચાર ભાવનાનંત આત્મા અત્યંત ગંભીરતાવાળા હોય છે, તેઓ હર્ષ વા શોક પ્રસંગમાં પણ મનના વિકાર નથી થવા દેતા, તેથી જ તેઓ સાચા ધર્મ માર્ગને અનુસરનારા એવા માર્ગોનુસારી અને મેક્ષમાર્ગના સ્થાનરૂપ
For Private And Personal Use Only