________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારિત્ર ગુણની વૃદ્ધિ કરે છે. ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિ થવાથી આત્મા કલ્યાણની પરંપરાને પામતા છતે મુકિતના શાશ્વતા સુખને સાદિ અનંત ભાવે ભક્તા બને છે. ૪૦૦
હવે આ વિષયમાં જે કચનીય છે તે જણાવે છે– निषिद्ध सेवनादि यत्, विषयोऽस्य प्रकीर्तितः । तदतद्भाव संशुद्धिः, कारणं परमं मतम् ॥४०१।।
અર્થ–-જે આચરણાને નિષેધ કરાયો હોય તેની જેટલા અંશે આસેવના થાય તેટલા અંશે અતિચાર લાગે તે વાત પ્રસિદ્ધ છે, તેવા અતિચારની શુદ્ધિ માટે જે કિયા અનુષ્ઠાન કરાય એટલે જે પરમ કારણ ગણાય તે પ્રતિક્રમણ કહેવાય છે. ૪૦૧
વિવેચન–જે જે વિષયે સેવવાને શિષ્ઠ પુરૂષોએ નિષેધ કર્યો હોય, તેની આસેવના કરવી તે દેષરૂપ છે એટલે તેથી અતિચાર લાગે છે, કહ્યું છે કે-- "पडिसिद्धाणं क रणे, किच्चाणमकरणे पडिक्कमणं । असदहणे अतहा-विवरीयपरूवणाए अ॥"
જે કિયા અનુષ્ઠાનને નિષેધ કરેલ હોય તે કરવું તે પાપ રૂપ છે. (૧) તેમજ જે ક્રિયા અનુષ્ઠાન કરવાની જરૂર હાય, પરમાત્માની આજ્ઞા હોય તે ન કરાય તે પણ પાપરૂપ છે. (૨) તેથી બંનેમાં અતિચાર દેષ લાગે છે. તેથી તે પાપને દૂર કરવા પ્રતિક્રમણ કરવું. અને જિનેશ્વરના વચનમાં અશ્રદ્ધા રાખવી તે પણ પાપ જ છે. (૩) અને પરમાત્માની
For Private And Personal Use Only