________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૮
હેય, તે સર્વ દે બે વખત સવાર અને સાંજે પ્રતિક્રમણ કરવાથી ક્ષય થાય છે. બીજા પક્ષે કહીએ તે તે પ્રતિક્રમણ કિયા અનુષ્ઠાન અપ્રમાદયેગે દોષ ન લાગ્યો હોય તે પણ ત્રીજા વૈઘના ઔષધની પેઠે હિતકર થાય છે, તે વાત આ પ્રમાણે જાણવી.
એક રાજાના યુવાન પાટવીકુમારને માટે રાજાએ દેશમાં પ્રખ્યાત એવા ત્રણ વૈદ્યોને બેલાવ્યા હતા. તેમાં પ્રથમ એક વૈદ્ય જણાવ્યું કે મારૂં ઔષધ કરવાથી વિદ્યમાન વ્યાધિને નાશ થાય છે, પણ વ્યાધિ ન હોય તે બીજી વ્યાધિને ઉભી કરે છે. રાજાએ જણાવ્યું કે સુતા સિંહને જગાડવારૂપ તમારા ઔષધનું પ્રયજન અમારે નથી. પછી બીજા વંદને પૂછતાં પિતાના ઔષધને વાપરવાથી વિદ્યમાન વ્યાધિને નાશ કરે છે. અને વ્યાધિના અભાવમાં બીજો ગુણ કે દોષ કરતું નથી. ઘીમાં ભસ્મ નાંખવા તુલ્ય તમારા ઓષધની પણ જરૂર નથી. હવે ત્રીજા વૈદ્યને પૂછતાં તે જણાવે છે કે મારૂં ઔષધ લેવાથી જે વિદ્યમાન રેત્ર હોય તેને વિનાશ ચાય છે. તેમજ રેવના અભાવ શરીરમાં રસાયણરૂપે લેહીમાંસની સારી રીતે વૃદ્ધિ કરે છે. રૂપ સૌન્દર્ય તથા શક્તિને વધારે છે. બલવીર્યને પણ વધારે છે. ત્યારે રાજાએ ત્રીજા વૈઘના ઓષધને સારું જાણી ઘણી પ્રશંસા કરી. કુમાર માટે તેની દવા કરાવી, કુમારને શક્તિવંત બનાવ્યો. તેવી રીતે પરમદેવ વીતરાગ પ્રણત ધર્મની આરાધના કરનારા ભવ્યાત્માને બે વખત સવાર અને સાંજે કરાતું પ્રતિકમણરૂપ શુભાનુષ્ઠાન દેષોનો નાશ કરે છે. અને દેષના અભાવમાં જ્ઞાન દર્શન
For Private And Personal Use Only