________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૫
તથા જડાયેલા અને થાય છે.
ખમાસમણ તથા શકસ્તવ સ્તવન સ્તુતિ કાર્યોત્સર્ગ વિગેરે કિયા પૂર્વક અનુષ્ઠાન કરવું. તે પણ ત્રણ કાલ એટલે સવાર બપોર અને સાંજે એમ ત્રણ સંધ્યા સમયે તે ક્રિયા કરવાની પ્રવૃત્તિ કરવી. તે પણ પ્રણિધાન દંડકાદિથી યુક્ત થઈને આવશ્યક સૂત્ર, આચારાંગ, ભગવતી, અનુગ, નંદિ વિગેરે સૂત્રમાં જણાવેલી વિધિને અનુસાર શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ થાય તથા અર્થવડે સેવ્ય સેવકનું એક રૂપ થાય તે ભાવ પ્રગટ થતો હોય, તેના ઉપયોગ પૂર્વક સૂવનું આદર ભક્તિ પૂર્વક જે મધુરતા અને શાંતિયુક્ત ઉચ્ચારણ કરવા પૂર્વક ચિત્યવંદન સ્તવન સ્તુતિ કરાય છે. આથી આત્મામાં ભક્તિરસ જાગે છે અને તે આત્માને આહાદજનક થાય છે. તેમજ સવર તથા વ્યંજનના યથાયોગ્ય સ્પષ્ટ ઉચ્ચારણ કરવાથી તે અનુષ્ઠાન માં સાથે જોડાયેલા અન્ય મનુષ્યને પણ સંમેહ–બ્રાંતિ નથી થતી પણ ભકિતરસને ઉલ્લાસ થાય છે. એટલું જ નહિ પણ આપણું શ્રદ્ધા પ્રીતિને વધારે કરે છે, તેમજ આત્મામાં અપ્રગટ રહેલી શ્રદ્ધા, પ્રીતિ, બહુમાનતાને પ્રગટ કરે છે. તેમજ સંવેગ એટલે સંસારના વૈષયક સુખને દુઃખરૂપે જાણી એક શિવ સુખની અભિલાષા પ્રગટરૂપે થાય છે, એટલે સંયમ
ચારિત્રની ભાવના પ્રગટ થાય છે, તેમાં આ પરમાત્માના ચિત્યવંદન, પૂજા, પ્રતિક્રમણને હેતુતા હોય છે. ૩૯૮
વિશેષ કહેવાનું છે તે જણાવે છે– प्रोल्लसदभावरोमाञ्चं, वर्धमानशुभाशयम् । अवनामादिसंशुद्ध-मिष्टं देवादिवन्दनम् ।। ३९९ ॥
તેમજ સમાજ
For Private And Personal Use Only