________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૩ હીત અનુષ્ઠાનરૂપ ક્રિયા કરવાના કાલમાં તે ક્રિયા વડે જે શુભ વા શુદ્ધ પરિણામની ધારા થાય, તે વડે આત્મા કર્મની નિજર કરતે ચારિત્ર રૂપ ધર્મમાં સ્થિરતા રૂપ ક્રિયામય ભાવ ચારિત્ર ધર્મને પ્રાપ્ત કરે છે. અધ્યાત્મ ભાવમય આવા અભિગ્રહને પરમાત્મા અત્યંત વખાણે છે. ૩૮૮
હવે આ ક્રિયાને અધ્યાત્મ કહેવાય છે તે અધ્યાત્મના વિષયમાં અન્ય આચાર્યોને મતાંતર જણાવે છે–
स्वौचित्यालोचनं सम्यक्, ततो धर्मप्रवर्तनम् । आत्मसम्प्रेक्षणं चैव, तदेतदपरे जगुः ॥ ३८९ ।।
અર્થ–પિતાને જે ઉચિત હોય તેને સારી રીતે વિચાર કરીને ગ્યતાની અનુકુળતા પ્રમાણે ધર્મક્રિયા અનુકાનમાં પ્રવૃત્તિ કરવી, તેથી આત્માના સ્વરૂપનો બોધ થાય છે, તેમ અન્ય અધ્યાત્મનું સ્વરૂપ કહે છે. ૩૮૯
વિવેચન–અધ્યાત્મના એટલે જ્ઞાન દર્શન ચારિત્રના અર્થિઓએ પિતાની શક્તિ મર્યાદાને વિચાર બરાબર કરીને તપ, પૂજા, કાર્યોત્સર્ગ, જપમાલા વિગેરે ધર્મમાં સમ્ય રીતે પ્રવર્તન કરવું, તે કેટલું શક્ય છે? મારાથી તે બરાબર ગ્ય સ્થિરતા યુક્ત કેટલું બને તેમ છે ?તેને નિશ્ચય કરીને પછી ધર્મ વિષયક ચિત્યવંદન, ભાવપૂજા, કાત્સર્ગ, નવકારવાલી રૂપ ધર્મના જે જે અનુષ્ઠાન કરવા યોગ્ય હોય તેની પ્રવૃત્તિ કરવી. તેથી અવશ્ય આત્માની શુદ્ધતા થાય છે, મેહનીય કર્મના આવરણ ખસે છે, તેથી સમ્યગ જ્ઞાન દર્શન પણ તેના આવરણને દુર કરીને ક્ષયે પશમ આદિ ભાવે
For Private And Personal Use Only