________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
અર્થ –જે પ્રયત્ન પૂર્વક શુભ અભિગ્રહ લે છે અને તેને પાળે છે, તેઓને ભાવ ધર્મને લાભ થાય અને યોગ્ય કાલે કિયા થાય, તેને ક્રિયાથી થવા યોગ્ય ધર્મને લાભ થાય એમ પૂજ્ય અનેક સુનીશ્વરે કહે છે ને તેને વખાણવા યેગ્ય જણાવે છે. ૩૮૮
વિવેચન–પરમ ભવ્યાત્માઓએ પ્રયત્ન રૂપ આત્માના ઉપયોગમય શુભ ભાવ પૂર્વક અભિગ્રહ કર એટલે સારી રીતે મનને નિગ્રહ કરવામાં સમર્થ એ અશુભ વ્યાપાર
છોડવા મનને પૂર્ણ નિશ્ચય કરે. અને શુભ ક્રિયા રૂપ જિન ચિત્યવંદન, ગુરૂપૂજા, ગુણસ્તુતિ, વિનય, વૈયાવૃત્ય, અનુષ્ઠાન, ઉપવાસ આદિતપ તથા શરીરના વ્યાપાર ત્યાગવારૂપ કાર્યોત્સર્ગ ક, પરિષહ ઉપસર્ગોની પ્રાપ્તિ થયે અડગ રહીને ન અકબવું, મન તથા કાયાને સ્થિર કરવી, મિત્રી પ્રમોદ વિગેરે શુણેને પ્રકાશ કરવા નિશ્ચય કર, સર્વ જીવનું રક્ષણ કરવું, સત્ય બોલવું, અદત્તને ત્યાગ, મૈથુનને ત્યાગ, પરિગ્રહને ત્યાગ, કષાયને ત્યાગ કર, શુભ અભિગ્રહ કર, તેમજ આટલી પરમાત્માના નામ સ્મરણની જપમાલા ગણવી. એવા પ્રકારના શુભ ભાવપૂર્વક અભિગ્રહ કરે જઈએ, અને ઉપગ પૂર્વક નિત્ય પાળવો જોઈએ. એવા શુભ અભિહથી મનના પરિણામની શુદ્ધિ થાય છે, એટલે આત્મભાવ નિર્મળ થાય છે. અને તેથી શુભ પુન્ય કર્મને બંધ થાય છે, અને અશુભ કર્મની હાનિરૂપ નિર્જરા થાય છેઆવા સ્વરૂપવાળે ગધર્મ અભિગ્રહથી પ્રાપ્ત થાય છે. તેમજ કાઉસગ્ગ, ધ્યાન, જપમાલા, પરમાત્માની પૂજા વિગેરે અગ્ર
For Private And Personal Use Only