________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૦
આચારને ત્યાગ થાય છે, એટલે અંત:કરણમાં થયેલા દુષ્ટ ઈદ્રિના વિકારનો રોધ થાય છે. પરંતુ મનના ખરાબ વિચાર સાથે પરમાત્માના અધિણિત મંત્ર ગણતા ઈદ્રિના વિકારને ઉન્માદ થાય તે મહા મિથ્યાત્વને ઉદય આવે, અને ચેગ માર્ગથી આત્મા ભ્રષ્ટ થાય, માટે ચંચળ અવસ્થામાં ધ્યાન, જાપ, સમાધિ નથી કરી શકાતી, કહ્યું છે કે –
જે પ્રણિધાનમાં આત્મ સ્વરૂપને વિષય કરવાનો છે, તેથી બહાર–પુદૃગલિક ભાવને વિષય પ્રશાંત-પ્રશમ એટલે કષાય નાશનું કારણ નથી થતે, માટે મિથ્યા આચારને ત્યાગ કર, તેજ મંત્ર જાપમાં વા ધ્યાનમાં યોગ્ય છે. આ પવિત્ર દેવતાથી અધિષ્ટત મંત્ર આપણ શ્વાસે શ્વાસમાં પરિ
મ-વ્યાપક બન જોઈએ, તેમ થાય તેજ ઈષ્ટ ફલની સિદ્ધિમાં તું થાય, માટે મંત્ર જાપ શ્વાસોશ્વાસમાં પણ એકરસ સ્વરૂપ બનાવવું જોઈએ. એટલે શ્વાસે શ્વાસ મંત્રમય એકરૂપ થાય તેજ સિદ્ધતા આપનારે થાય છે. જે ચિત્તની પ્રવૃત્તિ શુદ્ધ ન હોય તે આ ચેગ મંત્રના જાપને તેવા જીવાત્માને અધિકાર નથી. કારણકે જાપમાં જે મન વચન કાયાની શુદ્ધતા હોય, તે જ તે જાપને યોગ્ય અધિકારી થાય છે, તે કારણે મનની જ્યારે શુદ્ધતા ન હોય ત્યારે જાપને ત્યાગ કરે, કારણકે તેથી તે જાપને અનાદર નથી કરતે પણ જાપને સત્ય આદર કરનારે છે, તેથી તે જાપને ત્યાગી નથી પણ શુદ્ધતા પૂર્વક જાપકારક જ છે, એમ આપણા પૂજ્ય માને છે. ૩૮૬
For Private And Personal Use Only