________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૪
સ્થાના ભેદથી અધ્યાત્મ વિચાર અનેક સ્વરૂપે અનુ -ભવાય છે. ૩૮૦
વિવેચન એ વાતજ કહીએ છીએ કે જે સંબંધિ પારમાર્થિક ભાવના રૂપ તત્વની વિચારણા કરવી તે અધ્યાત્મ કહેવાય, તેમાં પણ તે તત્વને ઉચિત રીતે સર્વ પ્રકારે અન્ય અર્થનું બરાબર સમ્યગૂ જ્ઞાન થાય, તેવી રીતે મૈત્રી, પ્રમાદ, માધ્યચ્ય, કરૂણ વિગેરે ગુણવડે યુક્ત, તેમજ બીજા પણ ગુણ સ્વરૂપ ધર્મને વિચાર વિવેક પૂર્વક કરાય તે અધ્યાત્મ કહેવાય છે. કહ્યું છે કે – " औचित्याद् वृत्तयुक्तस्य, वचनात्तत्त्वचिन्तनम् । मैत्र्यादिमावसंयुक्त-मध्यात्मं तद्विदो विदुः ॥
ઉચિત આચરણથી યુક્ત જેમનું પવિત્ર જીવન હોય, તે ભવ્યાત્મા સિદ્ધાંતના વચન વડે જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મેક્ષ વિગેરે તત્વને સાત નય, સાત ભંગ, ચાર નિક્ષેપા, ચાર પ્રમાણ વિગેરે અનેક અપેક્ષાવડે વિચારીને સર્વ તત્વને નિશ્ચય કરે, તેમજ મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માધ્યચ્ય ભાવે આત્મગુણ કેળવવામાં પ્રવૃત્તિ કરે, તેને અધ્યાત્મ જ્ઞાન-અધ્યાત્મગ કહેવાય છે એમ
ગીઓ જણાવે છે. તેવી રીતે આ અધ્યાત્મગ વિચિત્ર એટલે જુદા જુદા અનેક સ્વરૂપે અનેક સ્વભાવરૂપ ધર્મ. વાલા છે અનેક અપેક્ષાથી વિચારરૂપ અધ્યાવસાય યુક્ત એ અધ્યાત્મ યેગ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાએ અનેક સ્વરૂપવાલે થાય છે. ૩૮૦
For Private And Personal Use Only