________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૧ હવે અનાસવ યોગને જણાવતાં કહે છે કે –
एवं चरमदेहस्य, सम्परायवियोगतः। इत्वरावभावेऽपि, स तथानास्त्रवो मतः ॥ ३७७ ॥
અર્થ–એ પ્રકારે છેલ્લા શરીરવાલાને સંપાય કર્મને વિગ હોવાથી બીજા આસવને યોગ હોવા છતાં પણ અનાસવ કહેવાય છે. એમ પૂજ્યોને મત છે. ૩૭૭
વિવેચન-એ પ્રકારે જેમ સંપરાય એટલે ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ વિગેરે કષાયને સમુહ જે સાંપરાયિક એટલે સંસારના ભવ ભ્રમણમાં હેતુભૂત છે તેને જેમનેજે ચરમ શરીરીઓને અભાવ થયો છે. જો કે તેમને ભવ હેતુભૂત થાય તેવા કષાયને અભાવ છે, તો પણ અલ્પ બલવાળા બીજા કષાય તથા અન્ય જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, નામ, નેત્ર, આયુષ્ય, વેદનીય કર્મની સત્તા છે તથા ઉદય પણ હોય છે. તેમજ કષાયના અભાવમાં પણ કેવલીઓને શરીર તથા વચન યોગને વ્યાપાર હોવાથી બે સમયવાળો એક વેદનીય કર્મને બંધ પણ હોય છે, તે પણ અનાસવવાળા જ કહેવાય છે, એ પ્રકારે તેમને અલ્પ બંધ હોવા છતાં પણ અબંધક–અનાસવ કહેવાય છે. છતાં હેતુ એ છે કે જે કષાય ભવ બંધને હેતુ ન હોય, તે અબંધક જ કહેવાય. લેકમાં જેની પાસે અલ્પ વસ્ત્ર હોય તે નગ્ન કહેવાય છે, તેમ અહીં પણ વ્યવહાર નથી કહેવાય છે. આવી રીતે તે અનાસવરૂપ ગ તે યોગને બીજો ભેદ જાણો. ૩૭૭
For Private And Personal Use Only