________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૧
અર્થ—આ ભાવનાના અભ્યાસથી અશુભ ભાવના નષ્ટ થાય છે. શુભ ભાવના અભ્યાસની અનુકુલતા થાય છે. તથા મનના સારા પરિણામની વૃદ્ધિ થાય છે. તે જ ભાવનાનું સુંદર ફળ જાણવું. ૩૬
વિવેચન-અધ્યાત્મ ભાવના અભ્યાસ વડે કામ, ક્રોધ, માન, માયા, લેજ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા વિગેરે દેથી યુક્ત આ રૌદ્ર ધ્યાનના અનંત કાલીન અભ્યાસ રૂપ અશુભ ભાવ નષ્ટ થાય છે. એટલે અશુભ ભાવની નિવૃત્તિ થાય છે. અને તે શુભ ભાવના વડે સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, જપ, ધર્મ ધ્યાન વિગેરે ભાવને વધારનારા સારા શુદ્ધ અને પાપરહિત મન વડે થતાં અધ્યાત્મ સ્વરૂપમય આત્મજ્ઞાનના અ યાસ માટે સારી ઉંચ કેટિની અનુકુળતા થાય છે. તે આ અધ્યાત્મ રૂપ ભાવનાનું ઉપાદેય ફલ જણવું. ૩૬૧
शुभकालम्बनं चित्तं, ध्यानमाहुर्मनीषिणः । स्थिरप्रदीपसदृशं, सूक्ष्मयोगसमन्वितम् ॥ ३६२ ।।
અર્થ–સારી ભાવના યુક્ત એક પરમાત્માનું ધ્યેય જ ચિત્તમાં અવલંબન કરીને સ્થિર દીપકની પદે રહેવું તેને જ્ઞાનીઓ ધ્યાન કહે છે. તે સ્થિરતામાં પણ સૂક્ષ્મ આત્માને ઉપગ પણ સાથે જ હોય છે. ૩૬ર
વિવેચન–વખાણવા યોગ્ય જે અરિહંત સિદ્ધ વિગેરે મહાન પરમાત્માને હૃદય કમલમાં પ્રતિબિંબિત કરી, રાગ દ્રષના અધ્યવસાયને દૂર કરીને સ્થિર દીપકની ધારાની પેઠે
For Private And Personal Use Only