________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
ઉપગ પૂર્વક ભાવવી તેને શાસ્ત્રના વિશારદે અધ્યાત્મ યેગ કહે છે. ૩૫૮
તે અધ્યાત્મ નું ફલ જણાવે છે – ચતા વાપર કરવું, શી જ્ઞાને જ શા तथानुभवसंसिद्ध-ममृतं ह्यद एव तु ॥ ३५९ ।।
અર્થ–તે અધ્યાત્મ વેગથી પાપને ક્ષય થાય છે તેમજ સત્વ તથા શીલ શાશ્વત ભાવે પ્રગટે છે અને અમૃત સમાન જ્ઞાનાદિને સત્ય અનુભવ પ્રગટ થાય છે. ૩૫૯
વિવેચન–તે ઉપર જણાવેલ અધ્યાત્મ યોગના અભ્યાસ વડે ભવ્યાત્માને અનાદિ કાલથી લાગેલા જ્ઞાનાવર મણીય, દર્શનાવરણય, મેહનીય ને અંતરાય રૂ૫ પાપકર્મની વિચિત્ર પ્રકૃતિએને નાશ થાય છે. તે આત્મશક્તિને ઘાત કરતી હોવાથી એટલે ગાઢ પડદે કરીને આત્મશક્તિને રેકતી હોવાથી પાપમય કહેલી છે. તેને નાશ અધ્યાત્મ ભાવ રૂપ ચગથી થાય છે. તેમજ આત્માને વીર્ય રૂપ જે ગુણ અંતરાય કર્મના ઔદયિક બલથી દબા. યેલો હતો તે પણ આ ગથી કોઈક પ્રગટ થાય છે. તેથી આત્મસત્ત્વ–આત્માનું પરાક્રમ વિકસિત થાય છે. તેમજ શીલના–પવિત્ર આચાર વિચારના અનુસેવનથી ચિત્રઆશ્ચર્યકારી મનની સમાધિ પ્રગટે છે. એટલે સંકલ્પ વિક૫ વડે અથવા આત્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન વડે જે ખોટા દુષ્ટ સંકલ્પ કે વિકલ્પ જીને થાય છે, તે અધ્યાત્મ યોગના અભ્યાસક યોગીને મન, વચન, કાયાની સ્થિરતા
For Private And Personal Use Only