________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ:-ઉચિત આચરણ યુક્ત શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વીના વ્રત પાળવાં અને પરમાત્માએ કહેલા જીવાદિક તત્વનું ચિંતવન કરવું. મિત્રી આદિ ભાવના સાર રૂપે વિચારવી. એમ અધ્યાત્મ જ્ઞાનીઓ આ ભાવનાને અધ્યાત્મ
ગ કહે છે. ૩૫૮
વિવેચન–માર્ગનુસારી ભથ્થાત્માઓને ઉચિત પ્રવૃત્તિ થાય છે. તેમાં વીતરાગ, અરિહંત, દેવ-ગુરૂ ભક્તિ, સંઘસાધર્મિક વાત્સલ્ય, જીવદયા વિગેરે ઉચિત પ્રવૃત્તિની વિચારણું હોય છે. તેમજ સમ્યકત્વથી યુક્ત વ્રત પચ્ચખાણ યુક્ત, તપ, જપ કરતાં દેશવિરતિ વા સર્વવિરતિથી યુક્ત હેય છે. પરમાત્મા વીતરાગ જિનેશ્વરદેવે ઉપદેશ કરેલા શાસ્ત્રવચનને સાંભળીને, તેમાં ઉપદેશ કરેલા જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ એ નવ તતવને સાત નય, સાત ભંગ, ચાર વા છ નિક્ષેપા, બે પ્રમાણ વિગેરે વડે અર્થ અને પરમાર્થનું ચિંતવન કરવું. મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માધ્ય ભાવનાના સારને સમજી મૈત્રી ભાવનાથી સર્વ જીવનું હિત ચિતવવું. પ્રમેહ ભાવના વડે જિનવર, યુગપ્રધાન, ગણધર, પ્રભાવક, આચાર્ય, ઉપાધ્યાય, મુનિ, શ્રાવક અને શ્રાવિકા તેમજ સમ્યગદષ્ટિ આત્માઓ વડે જે ઉન્નતિ થાય તેની અનુમોદના કરવી, તે પૂજાના ગુણની સ્તુતિ કરવી. કારૂણું ભાવના વડે દુ:ખી જીવને ઉદ્ધાર કરવા પ્રવૃત્તિ કરવી. માધ્યસ્થ ભાવના વડે ધર્મહીન પ્રત્યે પણ સમભાવ રાખ, તેઓ પ્રત્યે વૈરભાવને ત્યાગ કરે. આવી ભાવના અત્યંત
For Private And Personal Use Only