________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૫
ચિંગ પૂર્વે જણાવ્યું છે. તેમાં અધ્યાત્મ આદિ યોગમાં ભવ્યાત્માઓ પ્રવૃત્તિ કરે છે, તે ભેદને હવે કહેવામાં આવે છે. ૩૫૭ ' વિવેચનદેશવિરતિ ચારિત્ર એટલે સમ્યફ સહિત શ્રાવકના દેશથી અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહને ત્યાગ, દિશા પરિમાણ, ગોપગ પરિમાણ, અનર્થદંડ ત્યાગ, સામાયિક, દેશાવનાશિક, પૌષધ અને અતિથિ સંવિભાગ એ વ્રતમાં અંશથી ચારિત્ર રહેલું છે એમ કહેવાય છે. સર્વથી એટલે પૂર્ણ ભાવે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ ત્યાગ એમ પાંચ મહાવ્રત પાળવા, તેમજ રાત્રિભેજન ત્યાગ એવા પ્રકારનાં વ્રતમાં વિશેષ ભાવે જીવાત્માની જુદા જુદા પ્રકારની રૂચિ પ્રમાણે અનેક પ્રકારની રોગપ્રવૃત્તિ કરાય છે, તેમ તીર્થકર, ગણધર, ધ્રુતકેવલી, ચોદ પૂર્વધર વિગેરે પૂજ્ય મહાત્મા પુરૂષોએ કહ્યું છે. ભવ્યાત્માઓને. પૂર્વે જણાવ્યું તે અધ્યાત્મભાવ, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય વિગેરે યોગ ગ્રંથભેદ કરનારા માર્ગાનુસારીઓને આરાધતાં અનુક્રમે અધ્યાત્મ ભાવ રૂપ આત્મ સ્વરૂપને લાભ પ્રાપ્ત થાય છે. ૩૫૭
આ વાત અનુક્રમે પ્રગટપણે કહે છે. પ્રથમ અધ્યાત્મ યેગનું વ્યાખ્યાન કરતાં જણાવે છે કે
औचित्याद् व्रतयुक्तस्य, वचनात् तत्त्वचिन्तनम् । मैच्यादिसारमत्यन्त-मध्यात्म तद्विदो विदुः ॥३५८॥
૫
For Private And Personal Use Only