________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૪ રોકાણ થાય છે તે કારણે શ્રી શ્રેણિક રાજા, શ્રી કૃષ્ણ વાસુદેવ વિગેરેને શુદ્ધ ક્ષાયિક સમ્યગદર્શન હેવા છતાં, માર્ગોનુસારિત્વ ગુણ હોવા છતાં પણ તેઓ દેશવિરતિ વા સર્વવિરતિને ધારણ નથી કરી શકતા. તે માટે શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે" कम्माइ नूणं धनचिक्कणाई, गरुयाइं वज्जसाराई । नाणड्ढयंपि पुरिस, पहाओ उप्पहं नेन्ति ॥"
માર્ગનુસારી એવા ક્ષાયિક, ક્ષપશમ કે ઉપશમ ભાવનું સમ્યકૃત્વ હેવા છતાં પણ મૂળથી જ ઘાતિકર્મનું અત્યંત ચીકણાપણું હોવાથી, તેમજ કર્મદલની બહુલતા રહેવાથી, તેમજ વજની પેઠે અત્યંત દઢ હવાથી, સૂત્ર તથા અર્થના સમ્યગૂજ્ઞાતા હોવા છતાં પુરૂષાથી પુરૂષે પ્રભાવિક હોય તે પણ પાછળ પડી જાય છે. આગળ નથી વધી શકતા, એટલે ચારિત્રથી રહિત જ રહે છે. એટલે ઉંધા માગે જનારા હોય છે તે માત્ર મોહનીય કર્મની વિચિ ત્રતા જ છે. ૩૫૬
હવે ચાલતા પ્રકરણ પ્રમાણે યોગતત્ત્વનો સંબંધ કરવા માટે કહે છે –
તેશવિમેતચિત્ર-મિદં વોરં અભિમઃ | अत्र पूर्वोदितो योगो, अध्यात्मादिः संप्रवर्तते ॥३५७॥
અર્થ–મહાત્મા પુરૂષોએ કહ્યું છે કે દેશવિરતિ તથા સર્વવિરતિ વિગેરે ભેદથી વિચિત્ર પ્રકારના ચારિત્રથી યુક્ત
For Private And Personal Use Only