________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૭
ફલરૂપ કાર્યો રૂપ ઉત્તમોત્તમ પુન્યાનુબંધિ પુન્યને વધારે કરનારા થાય છે. તેમાં સૌગાતે-બૌદ્ધો પણ ઉપર પ્રમાણે જણાવે છે. એટલે અમે તે સ્વાવાદ સિદ્ધાંતની આજ્ઞા પ્રમાણે અવશ્ય સ્વીકારીએ જ છીએ અને એમજ કહીયે છીએ કે આવા શુભ અનુષ્ઠાને જે કરાય છે, તે સુવર્ણના કળશની જેમ મૂલથી અવિકૃત જ છે. જેમકે સુવર્ણ ઘટ ભેદાયા છતાં સુવર્ણત્વ નષ્ટ થતું નથી. તેમ શુભ ભાવથી આત્માના ક્ષયોપશમ ભાવના વીર્યના ઉલ્લાસથી કરાતા અનુષ્ઠાને કદાચિત ભાવ પડી જવાથી નષ્ટ થાય, પણ તે આત્માની ધર્મશ્રદ્ધા, દેવ ગુરૂ ભક્તિ, પ્રભુપ્રેમ, મૂલ આત્મ સ્વરૂપ રૂપ શુદ્ધ સુવર્ણતાને નાશ નથી થતું. કહ્યું છે કે" भट्ठो दसणभट्ठो, दंसणभहस्स नत्थि निव्वाणं ।। चरणरहिआ सिज्झन्ति, दंसणेण बिना न हि ॥"
દર્શન–સમ્યક્ત્વથી જે ભ્રષ્ટ થયેલ હોય તેને જ ભ્રષ્ટ અવશ્ય માન, પણ ચારિત્રથી ભ્રષ્ટ થયેલાને ભ્રષ્ટ ન માન, કારણ કે ચારિત્ર વિનાને પણ અપવાદે મુક્તિ મેળવે છે, પણ દર્શન–સમ્યક્ત્વ વિનાને આમા ગમે તેટલી તપ સંયમ ક્રિયા કરે તે પણ સંસારના બંધનથી મૂકાત નથી. માટે દર્શનથી ભ્રષ્ટ તેજ વસ્તુતઃ ભ્રષ્ટ જાણ. કષાયને ગે અનુષ્ઠાન છોડી દેવાય તે પણ શ્રદ્ધા પ્રીતિ ભાવ કાયમ રહે છે તેથી તે પુન્યાનુબંધી પુન્ય કાયમ જ ટકે છે, તે પ્રસંગ આવે સારા ધમનુષ્ઠાનના ઉદય પ્રગટાવે છે જ, તેથી શુભ ફલને હેતુ જ છે. ૩૫૧
For Private And Personal Use Only